રાયબરેલી: રાહુલ ગાધીએ ફરી પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલના નિવેદન પર ભાજપે પણ પલટવાર કર્યો છે.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
રાહુલ ગાંધીએ કહ્યું પીએમ મોદીએ અદાણી, અંબાણી અને અમેરિકાને દેશની આર્થિક સિસ્ટમ પકડાવી દીધી છે. આવનારા સમયમાં દેશ તેનું પરિણામ ભોગવશે. નોટબંધી અને કોવિડ સમયે જેવી સ્થિતિ બની હતી તેવી પરિસ્થિતિ ઉભી થશે.
રાહુલે RSS, નરેન્દ્ર મોદી, અમિત શાહ પર આરોપ લગાવતા રહ્યું કે તેમણે દેશની આર્થિક સિસ્ટમને બરબાદ કરી નાંખી છે રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદી તમને મૂર્તિઓ સમક્ષ હાથ જોડવાનું, શિશ નમાવવનું કહેશે પરંતુ ફક્ત હાથ જોડવાથી કંઇ નહીં થાય. નારા લગાવવાથી કંઇ નહીં થાય. ઉભા થવું પડશે અને લડવું પડશે. તમારો ધન્યવાદ કે તમે ગરમીમાં મને સાંભળવા આવ્યા.
"પરંતુ હવે જ્યારે તમે ઘરે જશો, જ્યારે આ આરએસએસ (RSS) ના કાર્યકરો તમારી સામે આવશે અને નરેન્દ્ર મોદીની વાત કરશે, અમિત શાહની વાત કરશે, તો તેમને તમે કહો કે તમારા વડાપ્રધાન ગદ્દાર છે, તમારા ગૃહમંત્રી ગદ્દાર છે, તમારું સંગઠન ગદ્દાર છે, તમે હિન્દુસ્તાનને વેચવાનું કામ કર્યું છે. તમે અમારા સંગઠન પર, તમે અમારા બંધારણ પર આક્રમણ કર્યું છે, તમે આંબેડકર, વીરા પાસીજી પર આક્રમણ કર્યું છે, તમે ગાંધીજી પર આક્રમણ કર્યું છે.
પીએમ મોદી પર સાધ્યું નિશાન
રાહુલે કહ્યું, "નરેન્દ્ર મોદી તમને કહે છે કે વિદેશ ન જાઓ. તમને કહે છે કે સોનું ન ખરીદો. તમને કહે છે કે ઇલેક્ટ્રિક ગાડી ખરીદો. હજારો કરોડોના વિમાન ક્યાં જાય છે? વડાપ્રધાન ખુલ્લેઆમ કહે છે કે સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ અને પછી પોતે હજારો કરોડો રૂપિયાના વિમાનમાં વિદેશ જતા રહે છે. તમે લોકો ચૂપ રહો છો. તમે લોકો એક શબ્દ પણ નથી બોલતા અને વડાપ્રધાન 24 કલાક આની પર બોલે છે. તેઓ ચોરી કરે છે, અને આના પર હુમલો કરે છે."
ભાજપે કર્યો રાહુલ ગાંધી પર પલટવાર
ભાજપે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે રાહુલ ગાંધીની માનસિકતા અર્બન નક્સલી જેવી છે. રાહુલ પાકિસ્તાનની ભાષા બોલે છે. રાહુલ ગાંધી પરિવારવાદની પેદાશ (ઉપજ) છે. તેમણે દેશનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી 'ટુકડે-ટુકડે ગેંગ'ના લીડર છે. રાહુલના નિવેદનો તેમની માનસિકતા દર્શાવે છે. રાહુલે દેશની જનતાનું અપમાન કર્યું છે.