Mon Oct 05 2026

Logo

પાકિસ્તાન ક્રિકેટને વધુ એક લપડાક, વિદેશી કોચ જોડાઈ ગયો નેધરલૅન્ડ્સની ટીમ સાથે

Karachi   2026-09-23 17:50:34
Author: Ajay Motiwala
પાકિસ્તાન ક્રિકેટને વધુ એક લપડાક, વિદેશી કોચ જોડાઈ ગયો નેધરલૅન્ડ્સની ટીમ સાથે

DAWN


કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ છેલ્લા થોડા વર્ષ દરમ્યાન કોચિંગ-સ્ટાફમાં 11 વખત ફેરફાર કર્યા છે અને હેડ-કોચ સરફરાઝ અહમદ તથા બોલિંગ-કોચ ઉમર ગુલની હકાલપટ્ટી એના લેટેસ્ટ ઉદાહરણો છે, પરંતુ બોલિંગ-કોચ ઍશ્લી નૉફ્કે (NOFFKE)એ પીસીબીને ગુડ બાય કરીને એને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. થોડા મહિના પહેલાં ઑસ્ટ્રેલિયાના જ જેસન ગિલેસ્પીએ હેડ-કોચ બન્યા બાદ પીસીબીના અવ્યવહારું વર્તનને લીધે પાકિસ્તાનની ટીમ છોડી દીધી હતી.

કોર્પોરેટ વર્લ્ડમાં તેમ જ પ્રોફેશનલોમાં નોકરી બદલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ક્રિકેટની રમત પર એમાં અપવાદ નથી. બોલિંગ-કોચ નૉફ્કેએ પાકિસ્તાન ક્રિકેટ ટીમને 
છોડીને નેધરલૅન્ડ્સની ટીમ સાથે હાથ મિલાવ્યા છે. તાજેતરમાં જ ઉમર ગુલની જગ્યાએ પીસીબીએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી નૉફ્કેને મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યો હતો, પરંતુ નૉફ્કેએ જાહેર કર્યું છે કે તે એશિયન ગેમ્સ પછી પાકિસ્તાનની ટીમને છોડી દેશે.

નૉફ્કે 2007-'08 દરમ્યાન ઑસ્ટ્રેલિયા વતી ત્રણ આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો. જોકે બોલિંગ-કોચ તરીકેની તેની કાબેલિયત જોઈને પીસીબીએ તેની સાથે જૂન, 2027 સુધીનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો, પણ તેણે નવ મહિના પહેલાં જ કરારનો ત્યાગ કર્યો છે. તે 2025ની સાલમાં પીસીબી સાથે જોડાયો હતો.

નૉફ્કેએ નેધરલૅન્ડ્સની ટીમ સાથે બે વર્ષનો કરાર કર્યેા છે. ડચ ક્રિકેટ બોર્ડ તરફથી સોશ્યલ મીડિયામાં નૉફ્કેને ટાંકીને કહેવામાં આવ્યું હતું, `હું ડચની મેન્સ ટીમ સાથે કામ કરવા ખૂબ ઉત્સુક છું. ટી-20 વર્લ્ડ કપમાં આ ટીમ નિયમિત રીતે ક્વૉલિફાય થઈ રહી છે. આ ટીમ ખૂબ ટૅલન્ટેડ અને મૉટિવેટ થયેલી ટીમ છે.'