NEET પેપર લીક મુદ્દાને લઈને 47 દિવસ સુધી ચાલુ રહેલી ખેંચતાણ મુદ્દે પીએમ મોદીએ આખરે ગુરુવારે મોડી રાત્રે એક વિડિયો પોસ્ટ કરીને પોતાની વાત કહી છે. આ વિડિયો રિલીઝ થયા પછી, દિયા મિર્ઝાએ સ્પષ્ટપણે નામ લીધા વિના વડા પ્રધાન પર નિશાન સાધ્યું. જેમાં સમગ્ર મુદ્દના કેન્દ્રમાં રહેલા વિષય પર ચર્ચાસ્પદ વાત કહી છે. જેના પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યા છે.
_શું છે મામલો?_
રાષ્ટ્રને સંબોધન પછી, દિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રતિક્રિયા પોસ્ટ કરી છે. વડા પ્રધાને પોતાના બાળકો ગુમાવનારા પરિવારો, લાંબા સમયથી પોતાના અધિકારો માટે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અથવા ભૂખ હડતાળ પર બેઠેલા લોકો માટે સહાનુભૂતિનો એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. વડા પ્રધાનનું સ્પષ્ટ નામ લીધા વિના, પ્રશ્ન કર્યો કે આવું કરવું આટલું મુશ્કેલ કેમ હતું? આ પછી મોટી ચર્ચા શરૂ થઇ ગઇ છે.
પોતાના બાળકોને ગુમાવનારા માતા-પિતા માટે, મૃત્યુ પામેલા બાળકો માટે, પોતાના અધિકારોની માંગ કરતા વિદ્યાર્થીઓની અવિશ્વસનીય સ્થિતિ માટે અથવા સોનમજી તેમજ અઠવાડિયાથી ભૂખ હડતાળ પર રહેલા વિદ્યાર્થીઓ માટે સહાનુભૂતિનો એક પણ શબ્દ નથી. છેવટે, સાહેબ, તે કેટલું મુશ્કેલ હોઈ શકે છે?
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે PM Modiનો કડક નિર્ણય, પેપર લીક બાબતે લેવાશે એક્શન
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 24, 2026
દેશભરમાં પેપર લીકના વધતા બનાવોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે પેપર લીક માફિયાઓ સામે *‘ઝીરો ટોલરન્સ’*ની નીતિની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે કડક… pic.twitter.com/ePYuddvQLU
_કઈ વાત મિસિંગ લાગી?_
આટલી લાંબી રાહ જોયા પછી પણ, તેમના ભાષણમાં એવું કંઈ નહોતું જે પીડિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને રાહત આપી શકે. આ બાબતે બોલવામાં તમને 47 દિવસ લાગ્યા, હજુ પણ, તમે કંઈ કહ્યું નથી. તમે એવું કંઈ કહ્યું નહીં જે લાખો તૂટેલા હૃદયના ઘા રૂઝાવી શકે. વાત અહીંયા પૂરી કરતા હવે એક્ટ્રેસના વલણ સામે વાતો થઈ રહી છે.
_મળી રહ્યું સમર્થન_
દિયાની પોસ્ટને સોશિયલ મીડિયા પર ઘણા લોકોનો ટેકો મળ્યો. એક યુઝરે સત્ય સામે લાવવા બદલ તેમનો આભાર માન્યો. બીજા યુઝરે દલીલ કરી કે તેમણે ખૂબ જ યોગ્ય મુદ્દો ઉઠાવ્યો છે. આ દરમિયાન, અન્ય યુઝરે દિયા મિર્ઝાને શરૂઆતથી જ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહેવા અને પોતાના વિચારો આટલા મજબૂત રીતે રજૂ કરવા બદલ સલામ કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ ત્રણ મિનિટનો એક વિડીયો મેસેજ પોસ્ટ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું કે NEET પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે તકલીફ પડી છે. કેન્દ્ર સરકાર પેપર લીકના કેસોમાં ઝડપી ટ્રાયલ અને કડક સજા સુનિશ્ચિત કરતો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે.