Thu Oct 08 2026

Logo

નાના પાટેકરે અણધારી 'એક્ઝિટ' લીધી પણ ફિલ્મી 'સફરને બ્રેક' નહીં લાગેઃ બિગ બજેટની આ ફિલ્મમાં જોવા મળશે

2026-10-08 18:25:07
Author: Mumbai Samachar Team
નાના પાટેકરે અણધારી 'એક્ઝિટ' લીધી પણ ફિલ્મી 'સફરને બ્રેક' નહીં લાગેઃ બિગ બજેટની આ ફિલ્મમાં જોવા મળશે

મુંબઈઃ નાના પાટેકરની ફિલ્મી સફરની વાત કરવામાં આવે તો તેના અભિનયના પાસા કરતા પણ એની દરેક ફિલ્મની સ્ટોરીમાં કંઈક નવું હતું. 'વેલકમ'ની કોમેડી તો 'ક્રાંતિવીર'ના એંગ્રીયંગ મેન. 'પ્રહાર'ના બેસ્ટ મેન્ટોર તો 'હાઉસફૂલ'ના ફની કેરેટર્સ. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અહીંયાથી જ એની યાત્રા પૂરી થતી નથી. આવનારા સમયમાં કેટલીક એવી ફિલ્મો છે જેમાં તેની દમદાર પ્રેઝન્સ જોવા મળવાની છે. કેટલીક ફિલ્મોની તો રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે કેટલાક પ્રોજેક્ટ પર હજુ એ ફિલ્મ સંબંધિત કેટલુંક કામ ચાલી રહ્યું છે.આવનાર સમયમાં નાના પાટેકર બિગ સ્ક્રિન પર દેખાશે અને ફેન્સને સરપ્રાઈઝ પણ આપશે. 

લીડરોલમાં ફરી જોવા મળશે નાના

'શક્તિ શાલિની' આ યાદીમાં પહેલા ક્રમે આવે છે. આદિત્ય સરપોતદારના ડાયરેક્શમાં બનેલી ફિલ્મ હોરર કોમેડી ફિલ્મ છે. મેડોક ફિલ્મ પ્રોડક્શન હાઉસની આ ફિલ્મ છે. વિશાલ જેઠવા અને અનિતા પંડા લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મમાં નાનાનો એક અલગ અંદાજ જોવા મળવાનો છે. ફિલ્મમાં શક્તિ નામની એક મહિલાની આસપાસ સ્ટોરી ફરે છે. જે રીતે એનું જીવન બદલે છે અને તેનો સામનો એક આત્મા સાથે થાય છે. પછી તે બદલાની ભાવનાથી મેદાનમાં ઊતરે છે. 
આવી સ્ટોરીમાં નાનાનો રોલ જોવાની મજા પડશે. અલગ સ્કેલનો અભિનય જોવા મળશે. નાનાનું પાત્ર શું છે, કોની ભૂમિકા ભજવશે એ અંગે હજુ કોઈ વિગત મળી નથી. આ રહસ્ય મોટી સ્ક્રિન પર ખુલવાનું છે. આ સિવાય મરાઠી ફિલ્મમેકર લક્ષ્મણ ઉતેકરના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ 'ઈઠા'માં પણ નાના પાટેકર જોવા મળશે. મહારાષ્ટ્રના જાણીતા લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત આ ફિલ્મ છે. શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહી છે.આ ફિલ્મ 4 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. 

મર્ડર મિસ્ટ્રીમાં દેખાશે

'ધ કન્ફેશન ઓફ મેરી' આ ફિલ્મમાં પણ નાના દેખાશે. અલગ અંદાજ અને અલગ આઉટફિટ સાથે. આ ફિલ્મ અનંત નારાયણ મહાદેવને આ ફિલ્મ બનાવી છે. સ્ટોરી વર્ષ 1966ની છે. હત્યા કેસ પર આધારિત આખી સ્ટોરી છે. કેથલિક મહિલા મારિયાકુટ્ટીની હત્યા અને પછી પાદરી પર લાગેલા આરોપ વચ્ચે સ્ટોરી ફરે છે. પણ દરેક ફ્રેમ ખૂબ જ ખાસ હોવાનું માનવામાં આવે છે. હત્યાનો કેસ ફિલ્મના કેન્દ્રમાં છે. 
પાદરીને મોતની સજાનું એલાન થાય છે પણ પછી શું થાય છે એ ફિલ્મનો મુખ્ય ભાગ છે. આ ફિલ્મમાં નાના રોલ અંગે રહસ્ય છે પણ આશિષ વિદ્યાર્થી, ગૌતમ રોડે, જોય સેનગુપ્તા, નેહા મહાજન, પંખુડી અવસ્થી અને મિનાક્ષી જેવા મોટાકદના કલાકારો છે. આ સિવાય તેની ફિલ્મ 'કુકુ કુંડલી' આવી રહી છે. ફિલ્મમેકર શરણશર્માના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મમાં ભુવન બામ અને વમિકા ગબ્બી લીડરોલ પ્લે કરી રહ્યા છે. 

ટ્રેડિશન વચ્ચે વિચારોની લડાઈ

આ એક લવસ્ટોરી છે પણ નાનાના પાત્ર પર સૌની નજર અત્યારથી છે. કુંડલી અને પારિવારિક સ્થિતિ વચ્ચે જે મુશ્કેલીઓ ઊભી થાય છે એના પર સ્ટોરી આધારિત છે. આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી નથી પણ ફિલ્મ આવશે એ નક્કી છે. 'વેદાંતા' આ યાદીમાં એમની અંતિમ ફિલ્મ માનવામાં આવે છે. 

રાજેશ્વર પાંડે નામના ફિલ્મમેકરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં નાના એક અલગ અંદાજમાં જોવા મળશે. વિક્રાંત મેસ્સી, સંદીપા ધર તથા મુકેશ તિવારી આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અને રિલીઝ ડેટ હજું ફિક્સ નથી પણ ફિલ્મ મોટા સ્કેલની હોવાનું માનવામાં આવે છે. જોવું એ રસપ્રદ રહેશે કે, આ ફિલ્મમાં નાના ક્યા પાત્રમાં દેખાશે.