Fri Sep 04 2026

Logo

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનું યુદ્ધ અંગે આક્રમક વલણ, કહ્યું હાલ શાંતિ માટે યોગ્ય સમય નથી

Tehran   2026-03-17 19:09:00
Author: Chandrakant Kanoja
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનું યુદ્ધ અંગે આક્રમક વલણ, કહ્યું હાલ શાંતિ માટે યોગ્ય સમય નથી

તહેરાન : મિડલ ઇસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 18મો દિવસ છે. ત્યારે આ યુદ્ધ સમાપ્ત થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. આ દરમિયાન ન્યુઝ એજન્સીએ ઈરાનના નવા સુપ્રીમ લીડર  મોજતબા ખામેનીએ વિદેશ નીતિ બેઠક દરમિયાન કહ્યું હતું કે શાંતિ માટે અત્યારે કોઈ યોગ્ય સમય નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલને હરાવવા જરૂરી છે.તેમની પાસેથી વળતર વસૂલવું જોઈએ.

બે મધ્યસ્થી રાષ્ટ્રોએ શાંતિ સ્થાપિત કરવાના પ્રસ્તાવ ફગાવ્યા  

આ અંગેના મીડિયા અહેવાલમાં ઈરાનના અધિકારીએ જણાવ્યું હતું કે, ઈરાનના નવા સુપ્રીમ લીડરએ તણાવ ઓછો કરવા અથવા અમેરિકા  સાથે શાંતિ સ્થાપિત કરવાના પ્રસ્તાવોને નકારી કાઢ્યા છે. તેમણે નોંધ્યું હતું કે નવા સુપ્રીમ લીડરએ બે મધ્યસ્થી રાષ્ટ્રોએ ઈરાનના વિદેશ મંત્રાલયને રજૂ કરેલા પ્રસ્તાવોને નકારી કાઢ્યા હતા.

મોજતબા ખામેનીનું વલણ ખૂબ જ કઠોર અને ગંભીર 

ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની પહેલી વિદેશ નીતિ બેઠક દરમિયાન અમેરિકા અને ઇઝરાયલ સામે બદલો લેવા અંગે મોજતબા ખામેનીનું વલણ  ખૂબ જ કઠોર અને ગંભીર" હતું. જોકે, અધિકારીએ સ્પષ્ટતા કરી ન હતી કે ઈરાનના નવા સર્વોચ્ચ નેતાએ વ્યક્તિગત રીતે બેઠકમાં ભાગ લીધો 
હતો કે નહી. 

યુરોપિયન યુનિયનના  કાજા કલ્લાસે યુદ્ધ સમાપ્ત કરવા અપીલ કરી 

યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે મંગળવારે  અમેરિકા અને ઇઝરાયલને ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન આ સંઘર્ષનો અંત કેવી રીતે લાવવો તે અંગે પશ્ચિમ એશિયાની સરકારો સાથે ચર્ચા કરી રહ્યું છે.બ્રસેલ્સમાં  કલ્લાસે એમ પણ કહ્યું કે  હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોમાં યુરોપની દરમિયાનગીરી  ફક્ત રાજદ્વારી ઉકેલના ભાગ રૂપે થશે.