મિતા બાવીસી
* પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાખીને પીવાથી પેશાબ છૂટથી થાય છે.
પેશાબ અટકતો હોય તો મૂળાનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે.
* અર્ધા તોલા લીંબુના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવાથી પેશાબ તરત છૂટે છે.
* પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
* ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરાખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે. કોઇપણ કારણસર પેશાબ અટકતો હોય તો મટે છે.
* પેશાબ અટકી અટકીને થવો, વધુ થવા અને બળતરા સાથે થવામાં તલ ખાવાથી ફાયદો થાય છે.
* કેળનું ચાર પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલ પેશાબ તરત જ છૂટી જાય છે.
* રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, તેમાં સાકર નાખીને હલવો બનાવી ખાવાથી પેશાબ છૂટથી થાય છે.
* આમળાના ચૂર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.
* પેશાબ અટકી અટકીને આવતો હોય તે એલચીનું ચૂર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છૂટથી આવશે.
* 100 ગ્રામ દૂધમાં ખાવાનો સોડા એક ગ્રામ નાખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છૂટ થશે અને પેશાબની બળતરા દૂર થાય છે.
* જવને ખાંડીને તેની ઉપરનાં ફોતરાં કાઢી નાખી, જવદાણા કાઢી, તેને પાણીમાં ઉકાળી (1 લિટર પાણીમાં 1થી 2 ચમચી જવદાણા નાખવા), જવ બફાઇ જાય એટલે ઉતારી લઇ પાણી ગાળી લેવું. જવનું આ પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ પીવાથી પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, કિડનીનું શૂળ, મૂત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે.
* એલચી અને સૂંઠ સરખરે ભાગે લઇ દહીંના નીતર્યા પાણીમાં સિંધવ મેળવીને પીવાથી પેશાબ તરત છૂટે છે.
* જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.
* શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
* પાતળી છાશમાં બે આનીભાર સૂરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
* વરિયાળીનું શરબત બનાવી તેમાં જરાક સૂરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
* વરિયાળી અને ગોખરુનો ઉકાળો બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.
* એલચીના ચૂર્ણને આમળાંના ચૂર્ણ સાથે કે આમળાંનો રસમાં લેવાથી પેશાબની સમસ્યા મટે છે.
* ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, થોડા જીરાની ભૂકી નાખી પીવાથી પેશાબની ગરમી મટે છે અને પેશાબ સાફ આવે છે.
* આમળાંના રસમાં મધ અને હળદર નાખીને પીવાથી પેશાબમાં જતું પરુ બંધ થાય છે.
* સૂઠના ઉકાળામાં હળદર અને ગોળ નાખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે તથા પેશાબ સાથે જતી ધાતુ બંધ થાય છે.
* એલચી અને શેકેલી હિંગનું ત્રણ રતી જેટલું ચૂર્ણ ઘી ને દૂધની સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો બંધ થાય છે.
*અર્ધા તોલા જેટલું સૂંઠનું ચૂર્ણ ગાયના અર્ધા શેર દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો બંધ થાય છે અને વેદના મટે છે.
* વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને સવાર - સાંજ ખાવાથી આરામ મળે છે.
* આદુંના રસમાં ખડી સાકર મેળવી સવારે અને રાત્રે પીવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો આરામ મળે છે.
* કયારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર ખૂબ પેશાબ કરવા જવું પડે છે. તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં શેકી, ખાંડ નાખીને શીરો બનાવીને સાત દિવસ આરામ થાય છે. આ શીરા પર દહીંમાં ખાંડ નાખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે.
* અર્ધી ચમચી અજમો અને અર્ધી ચમચી ગોળા મસળી મિક્સ કરી સવાર-સાંજ લેવાથી વારંવાક પેશાબ કરવા જવું પડતું હોય તો મટે છે.
* કયારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર ડૂંટીની નીચે કોઇ પણ તેલનું માલિશ કરવું. પછી બાજરીને તાવડી પર ગરમ કરી કપડામાં બાંધી, પેટ, પેઢુ તથા કમર પર 10-15 મિનિટ રોજ શેક કરવાથી આરામ મળે છે.
* આમલી 10 ગ્રામ લઇ, રાતે એક કપ પાણીમાં પલાળી. સવારે મસળીને પાણી કપડાથી ગાળવું, તે પાણીમાં આદુંનો રસ એકથી બે ચમચી તથા એક ચમચી ખાંડ મેળવી શરબત કરી સવાર-સાંજ પીવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે અટકે છે.
* કાળા તલ 250 ગ્રામ, ખસખસ 100 ગ્રામ તથા અજમો 100 ગ્રામને અધકચરા શેકી, ખાંડીને ચૂર્ણ બનાવી શીશીમાં ભરી રાખવું. તેમાંથી દરરોજ 2થી5 ગ્રામ ચૂર્ણ થોડી સાકર અને ચપટી હળદર મળવી સવાર-સાંજ બે વાર લેવાથી બહુ મૂત્ર રોગ (વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તે ) મટે છે.
* મેથી ત્રણ ભાગ, સૂંઠ એક ભાગ તથા અજમા એક ભાગનું ચૂર્ણ બનાવી મધ કે પાણીમાં દિવસમાં સવાર-સાંજ બે વાર લેવાથી બહુમૂત્ર રોગ મટે છે.
* આંબળાને હળદર સમભાગે લઇ કૂટીને તેમાં મિસરી મેળવીને પાણી સાથે લેવાથી પેશાબની બળતરા મટે છે.