Thu Apr 30 2026

Logo

24 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ થશે માર્ગી, પાંચ રાશિના જાતકોના ઉઘડી જશે ભાગ્ય...

2026-03-20 16:33:00
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને વૈદિક પંચાંગ અનુસાર, બુદ્ધિ અને વેપારના કારક ગ્રહ બુધ આવતીકાલે એટલે કે 21મી માર્ચ, 2026ના શનિવારના રોજ મધરાતે 1.02 કલાકે શનિના સ્વામિત્વ હેઠળની કુંભ રાશિમાં માર્ગી થઈ રહ્યા છે. તમારી જાણકારી માટે કે હાલમાં આ કુંભ રાશિમાં મંગળ અને રાહુ પણ બિરાજમાન છે, ત્યારે બુધનું માર્ગી થવું અને આ ગ્રહોનો સંયોગ પાંચ રાશિઓ માટે નસીબના દ્વાર ખોલનારો સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને બુધ માર્ગી થઈને લાભ જ લાભ કરાવી રહ્યા છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે. 

મેષઃ
ગ્રહોના રાજકુમાર બુધ મેષ રાશિના 11મા ભાવમાં માર્ગી થશે, જે લાભનું સ્થાન ગણાય છે. મહેનત વધશે પણ તેની સામે અચાનક ધનલાભના યોગ બનશે. નવા વેપારની શરૂઆત થઈ શકે છે અને ભવિષ્ય માટે લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે પગાર વધારો, પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. 

વૃષભઃ
વૃષભ રાશિના 10મા ભાવમાં બુધ સીધી ચાલ ચાલશે, જે કર્મનું સ્થાન છે. નોકરીયાત વર્ગને પ્રમોશન અને આર્થિક લાભ મળી શકે છે. શેરબજાર, જમીન કે મિલકત સંબંધિત કાર્યોમાં મોટો નફો થવાની શક્યતા છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. 

મિથુનઃ
બુધ તમારી રાશિના 9મા ભાવમાં માર્ગી થઈ રહ્યો છે, જે ભાગ્ય અને ધર્મનું સ્થાન છે. જેને કારણે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. તમે જે પણ કામ હાથમાં લેશો એ દરેક કાર્યમાં અપાર સફળતા મળશે. નોકરીમાં નવી તકો સાથે પગાર વધારો થઈ શકે છે. ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિકતામાં રુચિ વધશે.

કુંભઃ
બુધ તમારી જ રાશિના લગ્ન ભાવમાં માર્ગી થશે, જે વ્યક્તિત્વનું સ્થાન છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

મીનઃ
મીન રાશિના ૧૨મા ભાવમાં ગ્રહોના રાજકુમાર બુધ માર્ગી થશે. લાભ: આ સમયગાળો ઉન્નતિ અને ભાગ્યવૃદ્ધિ લાવનારો રહેશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો, તેનાથી બમણું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો. જીવનસાથી આ સમયે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર વગેરે બનાવવાનું પ્લાનિંગ કરશો.