Mon Oct 05 2026

Logo

મહાશિવરાત્રિ પર શિવ જ નહીં પાર્વતીને પણ ધરાવો આ ખાસ વસ્તુઓનો ભોગ પૂજાનું ફળ મળશે બમણું

2026-02-15 09:07:00
Author: Mayur Patel
મહાશિવરાત્રિ પર શિવ જ નહીં પાર્વતીને પણ ધરાવો આ ખાસ વસ્તુઓનો ભોગ પૂજાનું ફળ મળશે બમણું

 

આજે મહાશિવરાત્રિનું પર્વ દેશભરમાં મનાવવામાં આવી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરના શિવાલયોમાં સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. મહાશિવરાત્ર માત્ર શિવની સાધનાનું નહીં પરંતુ શિવ અને શક્તિ બંને સાથે જોડાયેલું મહાપર્વ છે. આ પવિત્ર દિવસ પર ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા બિલિપત્ર અને ધતૂરો ચઢાવે છે.  

એવી માન્યતા છે કે, જો ભોગામાં માતા પાર્વતીની પસંદને પણ ધ્યાનમાં રાખવામાં આવે તો પૂજાનું ફળ બમણું થઈ જાય છે. જ્યારે શિવ અને પાર્વતી બંનેને તેમની પ્રિય વસ્તુનો ભોગ લગાવવામાં આવે છે ત્યારે ઘરમાં સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

ભગવાન શિવ ભક્તોથી સરળતાથી પ્રસન્ન થઈ જતાં હોવાથી તેમને ભોળાનાથ પણ કહે છે. મહાશિવરાત્રિ પર ભાંગ, ધતૂરા જેવી ચીજો ચઢાવવામાં આવે છે. પરંતુ કટેલીક એવી વસ્તુઓ છે જે મહાદેવ અને પાર્વતીને ચઢાવવાની માન્યતા છે.

પંચામૃતઃ ભગવાન શિવનો પંચામૃતનો ભોગ અને અભિષેક ખૂબ પ્રિય છે. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી બને છે. તેને આત્માની શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

માવાની બરફીઃ શિવ પૂજામાં ભાંગ અને ધતૂરાનું વિશેષ મહત્ત્વ છે. ભાંગને દૂધમાં મિક્સ કરીને તેના લાડુ બનાવીને ભોગ લગાવવામાં આવે છે. જે ભગવાન શિવની વૈરાગ્ય પ્રવૃત્તિનું પ્રતીક માનવામાં આવે છે.

બિલિપત્ર અને ફળઃ માતા પાર્વતી અને શિવ બંનેને બોર તથા કેળા જેવા ફળોનો ભોગ લગાવવામાં આવે છે. પરંતુ બોરને મહાશિવરાત્રિનું મુખ્ય ફળ માનવામાં આવે છે. તેના વગર શિવ પૂજા અધૂરી માનવામાં આવે છે.

ઠંડાઈઃ મહાશિવરાત્રિ પર મહાદેવને કેસર, બદામ, પિસ્તા મિશ્રિત ઠંડાઈનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. તે મનને શાંત આપનારો સાત્વિક ભોગ છે.

મખાના ખીરઃ માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે સૂકામેવાથી ભરખૂર મખાનાની ખીરનો ભોગ લગાવાય છે. આ ભોગ શક્તિ અને ભકિતનો સંગમ માનવામાં આવે છે. મખાનાની ખીર વ્રતમાં ખાઈ શકાય છે અને તેનો ભોગ શિવને પણ લગાવી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી.