Wed Oct 07 2026

Logo

કિયારા-સિદ્ધાર્થ ફરી બનશે મમ્મી-પપ્પા! ‘આ સૌથી મોટી ભેટ છે’ કહી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી

2026-10-07 12:22:37
Author: Mumbai Samachar Team
કિયારા-સિદ્ધાર્થ ફરી બનશે મમ્મી-પપ્પા! ‘આ સૌથી મોટી ભેટ છે’ કહી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી

મુંબઈ: બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ફરી એકવાર ખુશીઓનું આગમન થવાનું છે. બંને કલાકારોએ બીજી વખત માતા-પિતા બનવાની ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે. કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે, જે બાદ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. 

કિયારા અને સિદ્ધાર્થે પોતાની પોસ્ટમાં એકદમ ક્યૂટ અંદાજ અપનાવ્યો છે. ફોટામાં બંનેના હાથમાં નાનકડા ક્યૂટ મોજાં જોવા મળે છે, જ્યારે તેમની દીકરી સરાયાહ મલ્હોત્રાનો નાનો હાથ પણ ફોટામાં નજરે પડે છે. ખાસ વાત એ છે કે પોતાના પહેલા બાળકના આગમનની જાહેરાત વખતે પણ કપલે લગભગ આ જ પ્રકારનો અંદાજ અપનાવ્યો હતો. આ વખતે પણ એ જ સ્ટાઇલમાં પ્રેગ્નન્સીની જાહેરાતે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. 

કિયારા અને સિદ્ધાર્થે સુંદર પોસ્ટ શેર કરી 

પોસ્ટ શેર કરતાં કપલે લખ્યું, ‘અમને ફરી એકવાર સૌથી મોટી ભેટ મળી છે. અમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલું છે.’ આ પોસ્ટ સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. ફેન્સ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ પણ કિયારા અને સિદ્ધાર્થને આ ખુશખબર માટે અભિનંદન આપી રહ્યા છે.કિયારા અને સિદ્ધાર્થ પહેલેથી જ એક દીકરીના માતા-પિતા છે. બંનેએ જુલાઈ 2025માં પોતાની પ્રથમ સંતાન તરીકે દીકરી સરાયાહનું સ્વાગત કર્યું હતું. હવે માત્ર એક વર્ષથી થોડા વધુ સમય બાદ કપલે બીજા બાળકના આગમનની જાહેરાત કરી છે.

https://www.instagram.com/p/DeLjG5No1wI/?utm_source=ig_embed&ig_rid=AawOB40tgAzGsDR_1YskIM6

સિદ્ધાર્થ મલ્હોત્રાએ હિન્ટ આપી હતી 

રસપ્રદ વાત એ છે કે, કિયારાની બીજી પ્રેગ્નન્સીની ચર્ચા થોડા સમયથી ચાલી રહી હતી. ‘બિગ બોસ 20’ માં પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પિતા બનવા અંગે વાત કરી હતી. આ દરમિયાન સલમાન ખાને પણ મજાકમાં તેમને ટૂંક સમયમાં બીજા બાળકના પિતા બનવાની વાત કહી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર કિયારાની પ્રેગ્નન્સીને લઈને અટકળો તેજ બની હતી. 

હવે કિયારાએ પોતે જ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને બીજી પ્રેગ્નન્સીની સત્તાવાર જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ કિયારા અને સિદ્ધાર્થના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કપલના પરિવારમાં ફરી એકવાર નાનકડા મહેમાનના આગમનની તૈયારી શરૂ થવાની છે. હવે ત્રણ વર્ષથી વધુ સમયના વૈવાહિક જીવન બાદ બંને બીજી વખત માતા-પિતા બનવાના છે, જેને લઈને તેમના ચાહકોમાં પણ ખુશીનો માહોલ છે.