Fri Aug 28 2026

Logo

ખામેનેઈને ક્યાં દફનાવાશે? અંતિમવિધિમાં એક કરોડ લોકો ઉમટવાની શક્યતા

Tehran   2026-03-02 08:30:00
Author: Mayur Patel
ખામેનેઈને ક્યાં દફનાવાશે? અંતિમવિધિમાં એક કરોડ લોકો ઉમટવાની શક્યતા

તેહરાનઃ અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં માતમની અનેક તસવીરો સામે આવી છે. ઈરાનમાં રોડ રસ્તા પર સેંકડો લોકો ઉમટી પડ્યા છે. આ સ્થિતિમાં તેમના અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ઈરાનમાં આયાતુલ્લા રુહોલ્લા ખુમૈનીના 1989માં મોત બાદ અંતિમ સંસ્કારમાં આશરે એક કરોડ લોકો સામેલ થયા હતા.

ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં માતમ છવાયેલો છે અને લોકો હજુ પણ તેઓ તેમની વચ્ચે નથી તેવો વિશ્વાસ થઈ રહ્યો નથી. ઈરાનમાં તેમના મોત બાદ 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને સાત દિવસની જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

ખામેનેઈના મોત બાદ તેહરાનમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. વિવિધ રિપોર્ટ અનુસાર તેહરાનમાં જ તેમની અંતિમવિધિ થશે માનીને મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. જોકે હજુ ઈરાનના અધિકારીઓએ અંતિમ સંસ્કારની તારીખ અને સમયની જાહેરાત કરી નથી.

ઈરાનના વરિષ્ઠ નેતાના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી શકે છે. ખામેનેઈના અંતિમ સંસ્કારમાં પણ મોટી ભીડ ઉમટી શકે છે. ખામેનેઈના નિધન પર શિયા સમુદાય સાથે જોડાયેલા મુસ્લિમ દેશો માતમ મનાવી રહ્યા છે. ઈરાનમાં સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કારને લઈ  કોઈ ગાઈડલાઈન્ડસ નથી. આ સ્થિતિમાં ઈસ્લામ મુજબ ખામેનેઈના મૃતદેહને પહેલા સ્નાન કરાવવામાં આવશે અને બાદમાં સફેદ કફન પહેરાવવામાં આવશે. તેમને તહેરાન કે ધાર્મિક શહેર મશહદમાં દફનાવાશે. ખુમૈનીને તેહરાનમાં જ દફનાવાયા હતા.

ખુમૈનીના અંતિમ સંસ્કાર આધુનિક ઈતિહાસના સૌથી મોટા અંતિમ સંસ્કારમાંથી એક છે. એક અંદાજ મુજબ, આશરે 1 કરોડ લોકો તેહરાનની સડકો પર ઉમટ્યા હતા. ભીડના કારણે મૃતદેહને હેલીકૉપ્ટરથી લઈ જવાની ફરજ પડી હતી. ઈરાનની ઈસ્લામિક ક્રાંતિના નજકની આ વિદાય જેવો જ માહોલ આ વખતે પણ જોવા મળી શકે છે.