વિશ્વપ્રસિદ્ધ મેગેઝિન અને પ્લેટફોર્મ દ્વારા વર્ષ 2026 માટે વિશ્વના સૌથી ખુશહાલ શહેરો (World's Happiest Cities 2026)ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એક ભારતીય શહેરનો સમાવેશ પણ છે અને તમે જો વિચારી રહ્યા છે હોવ કે આ આ શહેર દિલ્હી કે મુંબઈ હશે તો તમારી આ ગણતરી બિલકુલ ખોટી છે. ચાલો જોઈએ આખરે કયું છે આ શહેર અને આખરે કઈ રીતે દુનિયાના સૌથી ખુશહાલ શહેરોની યાદી કઈ રીતે નક્કી કરવામાં આવે છે...
સામે આવેલી યાદીમાં ભારતના દિલ્હી કે મુંબઈ જેવા શહેરોને પાછળ મૂકીને ભારતના રાજસ્થાનની રાજધાની અને પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરએ છઠ્ઠું સ્થાન મેળવીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. આ ગ્લોબલ લિસ્ટમાં સ્થાન મેળવનાર જયપુર ભારતનું એકમાત્ર શહેર છે.
કેવી રીતે નક્કી થઈ ખુશહાલ શહેરોની રેન્કિંગ?
વાત કરીએ કે આખરે કઈ રીતે દુનિયાના ખુશહાલ દેશોની યાદી નક્કી થાય છે એની તો આ વાર્ષિક ગ્લોબલ સર્વે માટે વિશ્વભરના અંદાજે 24,000 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં નાઈટલાઇફ અને ખાણીપીણી સિવાય લોકોના જીવન ધોરણ સાથે જોડાયેલા અનેક પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
સ્થાનિક જોડાણ: શહેરમાં લોકો વચ્ચેનો આંતરિક પ્રેમ અને ભાઈચારો કેવો છે?
સકારાત્મકતા: શું શહેરમાં રહેતા લોકો પોઝિટિવ વિચારો ધરાવે છે?
રોજિંદી ખુશી: શું શહેરની નાની-નાની બાબતોમાં લોકોને આનંદ મળે છે?
સંતુલિત જીવનશૈલી: શહેરમાં વધારે પડતી ભાગદોડ કે અસહ્ય ભીડ વગર શાંતિપૂર્ણ જીવન જીવવાની સુવિધા છે કે નહીં.

શા માટે ખાસ છે જયપુર?
જયપુર તેના ભવ્ય રાજમહેલો, ઐતિહાસિક કિલ્લાઓ, રંગબેરંગી બજારો અને સ્વાદિષ્ટ રજવાડી ખાણીપીણી માટે વિશ્વભરમાં જાણીતું છે. સવારે પ્રાચીન મહેલોની મુલાકાત, બપોરે બજારોમાં શોપિંગ અને સાંજે ગરમાગરમ પ્યાજ કચોરી કે વાનગીઓની મજા- આ શહેર દરેક વયના લોકોને આકર્ષિત કરે છે. શહેરમાં સુંદર પાર્ક, ચાલીને ફરી શકાય તેવા વિસ્તારો અને શાંત વાતાવરણ તેને અન્ય મેટ્રો સિટીઝ કરતાં અલગ અને ખુશહાલ બનાવે છે.
વિશ્વના ટોપ 6 સૌથી ખુશહાલ શહેરો
બાથ- બ્રિટન
પનામા સિટી- પનામા
ગ્વાડલાહારા- મેક્સિકો
મેડેલિન- કોલંબિયા
ક્રેકોવ- પોલેન્ડ
જયપુર- ભારત