Fri Sep 04 2026

Logo

ઈરાનના દાવા બાદ સામે આવ્યું ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું નિવેદન, જાણો શું કહ્યું....

jerusalem   2026-03-02 22:49:44
Author: Vimal Prajapati
ઈરાનના દાવા બાદ સામે આવ્યું ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું નિવેદન, જાણો શું કહ્યું....

Benjamin Netanyahu


જેરુસલેમઃ અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરીને મધ્યપૂર્વમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે. જેવામાં હવે ઈરાન પણ જબાવી હુમલો કરી રહ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત બાદ ઈરાન બદલો લઈ રહ્યું છે. આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે તેલ અવીવમાં નેતન્યાહૂના કાર્યાલય અને ઇઝરાયલી વાયુ સેનાના કમાન્ડરના નિવાસસ્થાન પર હુમલો કર્યો છે. 

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું નિવેદન

IRGC નો દાવો છે કે, આ હુમલા બાદ નેતન્યાહૂના હાલ કેવા છે તે અંગે કઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ ઇઝરાયલના નેતૃત્વમાં મોટો હડકંપ મચી ગયો છે. દાવા પ્રમાણે ખૈબર મિસાઈલો દ્વારા ઇઝરાયેલી વાયુ સેના કમાન્ડરના ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ હવે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. વડાપ્રધાન નેતન્યાહૂએ મિસાઇલ હુમલાના સ્થળની મુલાકાત લીધી હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો વડાપ્રધાન નેતન્યાહૂએ આભાર માન્યો

મહત્વની વાત એ છે કે, ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ અમેરિકન રાષ્ટ્રપતિનો ખાસ આભાર માન્યા છે. નેતન્યાહૂએ કહ્યું કે, પરમાણુ શસ્ત્રોથી સજ્જ ઈરાન સમગ્ર માનવતા માટે ખતરો હશે, જ્યારે ઇઝરાયલ લોકોનું રક્ષણ કરી રહ્યું છે. નેતન્યાહૂનું કહેવું છે કે, દુનિયાને બચાવવા માટે વિશ્વના મહાન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અમારી સાથે જોડાયા તેના માટે ટ્રમ્પને આભાર માન્યો હતો.