તહેરાન: અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ ઈરાને પણ પલટવાર કર્યો છે. ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દુશ્મન દેશોને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે હુમલા શરૂ નથી કરતા પરંતુ જો કોઇ અમારી પર હુમલો કરે છે તો અમે તેમને કડક જવાબ આપીએ છીએ. તેમણે મિડલ ઈસ્ટના દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હોય, તો તેમણે તેમના દેશની ભૂમિ પરથી અન્ય દુશ્મન દેશોને યુદ્ધમાં સહયોગ ના આપે.
ઇરાને મિડલ ઇસ્ટમાં 13 અમેરિકન લશ્કરી બેઝ ઉડાવી દીધા
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા 28 ફેબ્રુઆરીના ઈરાન પર હુમલો કરવામાં આવ્યો ત્યાર થી ઈરાન પણ તેનો જવાબ આપી રહ્યું છે. ઈરાને મિડલ ઈસ્ટના દેશો સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, ઓમાન અને કતારમાં અમેરિકાના લશ્કરી બેઝ અને ઉર્જા સ્થાપનોને મિસાઇલ અને ડ્રોન હુમલા કરી નિશાન બનાવી રહ્યું છે. ઇરાને મિડલ ઇસ્ટમાં 13 અમેરિકન લશ્કરી બેઝ ઉડાવી દીધા છે. જે અમેરિકા માટે એક મોટો ફટકો છે.
ઈરાને યુએઈ સ્થિત યુક્રેની ડ્રોન સિસ્ટમ પર હુમલો કર્યો
આ દરમિયાન ઈરાને સંયુક્ત આરબ અમિરાતમાં સ્થિત યુક્રેની ડ્રોન સિસ્ટમ પર હુમલો કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે, અમેરિકી સૈન્ય દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો. ઈઝરાયલ અમેરિકાને આ રીતે મદદ કરી રહ્યો હતો. અમેરિકાની મદદ માટે તેને એક્ટિવ કરવામાં આવી હતી.
ઈરાની અધિકારી ખાતમ અલ અનબિયાએ જણાવ્યું હતું કે, દુબઈમાં અમેરિકી કમાન્ડો અને સૈનિકોના ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.આ સાથે દુબઈમાં સ્થિત યુક્રેનની ડ્રોન સિસ્ટમના સેન્ટર, જેમાંથી અમેરિકાને પણ મદદ મળી રહી હતી એનો પણ ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અચાનક સંયુક્ત આરબ અમીરાતની યાત્રા કરી
આ પૂર્વે શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અચાનક સંયુક્ત આરબ અમીરાતની યાત્રા કરી બંને દેશ વચ્ચે રક્ષા સહયોગ માટેની ચર્ચા કરી હતી. એ પછી બે દેશ વચ્ચે સહમતી બની હતી. ઈરાને આ સિસ્ટમ તોડી પાડી છે. ઈરાને એવો પણ દાવો કર્યો કે, માત્ર આ સિસ્ટમ જ નહીં મિસાઈલ પણ તોડી પાડવામાં આવી છે. યુદ્ધ શરૂ થયા બાદ આને ઈરાન તરફથી પહેલો મોટો હુમલો માનવામાં આવે છે.