Thu Sep 03 2026

Logo

ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે થયું હેંગ, યુઝર્સે મજાક કરી કહ્યું કંપની ચોખવટકરે

California   2026-03-27 18:04:27
Author: Mumbai Samachar Team
ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે થયું હેંગ, યુઝર્સે મજાક કરી કહ્યું કંપની ચોખવટકરે

કેલિફોર્નિયાઃ સોશિયલ મીડિયા એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામ હેંગ થતા ભારતમાં અનેક યુઝર્સ અકળાયા હતા. યુઝર્સને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અનેક એવા યુઝર્સે એવી ફરિયાદ કરી હતી કે, ઈન્સ્ટાગ્રામ પર લોગઈન નીકળી ગયું છે અને લોગઈન થતું નથી. ન ફીડ, ન સ્ટોરી કે ન પોસ્ટ કંઈ જ થતું નથી. Downdetector પર મોટી સંખ્યામાં યુઝર્સે ઈન્સ્ટાગ્રામ સામે ફરિયાદ કરી હતી. 

કંપની પાસે જવાબ માગ્યો
રાહતની વાતએ છે કે, આ સમસ્યા લાંબા સમય સુધી રહી ન હતી. ધીમે ધીમે સર્વિસ ફરી ચાલું થઈ ગઈ હતી. ટેક્નિકલ પ્રોબ્લેમ થતા નવી દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ અને પુણે શહેરમાં સૌથી વધારે યુઝર્સ પરેશાન થયા હતા. આ જ શહેરમાંથી યુઝર્સની સૌથી વધારે ફરિયાદ ઊઠી છે. કેટલાક યુઝર્સને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડી તો કોઈ સાઈટ ઉપર પણ લોગઈન કરી શકતું ન હતું.કેટલાક યુઝર્સે પોતાની મુશ્કેલીઓને બીજા સોશિયલ મીડિયા પર શેર કરીને ઈન્સ્ટાગ્રામ હેંગ થયાની વાત કહી હતી.જ્યારે ઈન્સ્ટાગ્રામ યોગ્ય રીતે કામ કરતું ન હતું તો કેટલાક યુઝર્સે બીજા સોશિયલ મીડિયાનો સહારો લઈને આ વાત કહી હતી.ખાસ કરીને એક્સ પર પોતાની વ્યથા ઠાલવી હતી. કેટલાક યુઝર્સે મજાક કરીને ઈન્સ્ટાગ્રામ કંપની પાસે જવાબ માગ્યો હતો. 

એપ્લિકેશન અપગ્રેડ કરો 
હાલમાં ઈન્સ્ટાગ્રામ વ્યવસ્થિત રીતે ચાલું થઈ ચૂક્યું છે, જોકે સ્વામિત્વ કંપની મેટા પાસેથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. મેટા કંપનીએ આ સમસ્યા કેવી રીતે થઈ અને શા માટે થઈ એ વિશે કોઈ વાત કહી નથી. આવી ગડબડ કેમ થઈ એ પણ જાણી શકાયું નથી. આટલા મોટા પ્લેટફોર્મ પર ટેકનિકલ મુશ્કેલીઓ પડે એ સામાન્ય ગણાય છે. પણ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, સર્વરની ઊભી થતી મુશ્કેલી ટૂંક જ સમયમાં સોલ્વ થઈ ગઈ હતી, જોકે કેટલાક યુઝર્સે એપ્લિકેશનને અપગ્રેડ કરી દેવાની પણ વાત કહી હતી.