આયરલૅન્ડ સામે સાંજે 6.00 વાગ્યાથી પ્રથમ ટી-20ઃ સૂર્યવંશી પર સૌની નજર
બેલફાસ્ટઃ અહીં શુક્રવારે (સાંજે 6.00 વાગ્યાથી) ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન અને નંબર-વન ભારતનો યુવા ટીમ સાથે એક રીતે નવો આરંભ થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ 15 વર્ષના સિક્સર-સ્પેશિયાલિસ્ટ વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI)ને આજની મૅચમાં રમવાનો મોકો મળશે તો તે આઇપીએલની જેમ આંતરરાષ્ટ્રીય કરીઅરમાં પણ શરૂઆતથી ધમાકેદાર પર્ફોર્મ કરવા કોઈ કસર બાકી નહીં રાખે.
વૈભવ રમવાનો હોવાથી આયરલૅન્ડમાં આ મૅચની અગત્યતા વધી ગઈ છે અને દેશના ક્રિકેટપ્રેમીઓમાં વૈભવની જ ચર્ચા છે. તાજેતરની આઇપીએલમાં તે હાઇએસ્ટ 776 રન બનાવીને આયરલૅન્ડ પહોંચ્યો છે.
જોકે શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની ટીમના અન્ય બૅટ્સમેનો અભિષેક શર્મા, સંજુ સૅમસન અને ઇશાન કિશનને પણ આઇરિશ બોલર્સ કાબૂમાં રાખવા કોઈ મોકો નહીં છોડે. વર્તમાન આઇરિશ ટીમના કોઈ પણ બોલરે ટી-20માં ભારતની વિકેટ નથી લીધી. ભારતે ટી-20માં પ્રથમ બૅટિંગ કરી હોય એવી છેલ્લી ત્રણ મૅચમાં ભારતના સ્કોર આ મુજબ હતાઃ 256 રન, 253 રન અને 255 રન.
Abhishek Sharma, Sanju Samson, Axar Patel, Arshdeep Singh, Gautam Gambhir, and other Team India players enjoying their time in Belfast, Ireland, ahead of the Ind vs Ire T20I series.
— Sonu (@Cricket_live247) June 25, 2026
Team India players were seen roaming freely around the city and posing for photos with fans. A… pic.twitter.com/kiD6JKHkQr
આઠેય ટી-20માં ભારતની જીત
ભારત અને આયરલૅન્ડ (Ireland) વચ્ચે 2009થી અત્યાર સુધીમાં કુલ આઠ ટી-20 મૅચ રમાઈ છે અને એ આઠેય મૅચ ભારતે જીતી છે. છેલ્લે જૂન, 2024માં અમેરિકામાં આયોજિત વર્લ્ડ કપમાં ભારતે હાર્દિક પંડ્યાની ત્રણ વિકેટ તેમ જ અર્શદીપ અને બુમરાહની બે-બે વિકેટ તેમ જ રોહિત શર્મા (બાવન રને રિટાયર્ડ હર્ટ)ની હાફ સેન્ચુરીની મદદથી ભારતે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.
બન્ને દેશની સંભવિત ઇલેવન
ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા/વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ/પ્રસિદ્ધ ક્રિષ્ના/પ્રિન્સ યાદવ.
આયરલૅન્ડઃ લૉર્કેન ટકર (કૅપ્ટન, વિકેટકીપર), ટિમ ટેક્ટર, રૉસ ઍડેર, હૅરી ટેક્ટર, બેન કૅલિટ્ઝ, ગરેથ ડેલની, જ્યોર્જ ડૉકરેલ, મૅથ્યૂ હમ્ફ્રેઝ, મૅટ હૉલાર્ડ, રુબેન વિલિયમ્સ, જય મૂન્ડ્રા.