નવી દિલ્હીઃ છેલ્લા થોડા દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળથી લઈને રાજસ્થાન સુધી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં છાશવારે આગ લાગવાના કિસ્સા વધી રહ્યા છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતા અહેવાલ અનુસાર આ ઘટનાઓ ટ્રેનો સળગાવવાના કાવતરા તરફ ઈશારો કરી રહી છે. ટ્રેનમાં આગ લાગવાની ઉપરાછાપરી બનાવથી ફરી ગમે ત્યારે ગોધરા કાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. ભારતીય રેલવેએ ખુલાસો કર્યો છે કે જે રીતે આગના બનાવો બની રહ્યા છે, જેમાં અસામાજિક તત્વોનું ષડયંત્ર છે, જેને કારણે સુરક્ષા એજન્સી પણ હરકતમાં આવી ગઈ છે.
રેલવે પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી
નિરંતર બની રહેલા ટ્રેનોમાં આગના બનાવ મુદ્દે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે તમામ એજન્સીને પણ એલર્ટ કરવામાં આવી છે. આરપીએફની એક સ્પેશિયલ ટીમ સમગ્ર પ્રકરણમાં વિગતવાર તપાસ કરી રહી છે, જ્યારે પ્રવાસીઓને પણ એલર્ટ રહેવાનો અનુરોધ કર્યો છે. રેલવે સ્ટેશનના પરિસરમાં કોઈ સંદીગ્ધ ગતિવિધિ નજર આવે તો રેલવે પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
Rishikesh Train Accident | ઋષિકેશમાં ઉજ્જૈન એક્સપ્રેસનો ભયાનક અકસ્માત, ડબ્બા પાટા પરથી ઉતર્યા#Rishikesh #TrainAccident #UjjainiExpress #RailwayNews #Uttarakhand #BreakingNews #IndiaNews #TrainDerailment #ViralNews #LatestNews #TrendingNews #મુંબઈસમાચાર #mumbaisamachar
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 19, 2026
Rishikesh… pic.twitter.com/1FLKGcgADB
દેશમાં વિવિધ ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ
કોટા રાજધાની એક્સપ્રેસમાં 17 મેના રોજ આગ લાગી હતી. રેલવે મુજબ, રાજધાની ટ્રેનને સળગાવાની કોશિશ કરવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસના બાથરૂમમાં આગ જોવા મળી હતી.
મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે સવારે તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એકસપ્રેસના એસી કોચમાં આગ લાગી હતી. આ ઘટના કોટા ડિવિઝના લૂણી રિચ્છા અને વિક્રમગઢ આલોટ સ્ટેશનો વચ્ચે સવારે આશરે 5.30 કલાકે બની હતી. આગ લાગ્યાની ઘટના રતલામથી આશરે 110 કિમી દૂર નોંધાઈ હતી. આગની શરૂઆત ટ્રેનના આગળના હિસ્સા કોચ સંખ્યા બી1થી થઈ હતી.
હાવડામાં આગ લાગેલી ટ્રેનના બાથરૂમમાં પણ પેટ્રોલથી પલાળેલું કપડું મળી આવ્યું હતું. હાવડા સ્ટેશન પર મંગળવારે 13021 હાવડા-રક્સૌલ મિથિલા એક્સપ્રેસમાં આગની ઘટના સામે આવી હતી.
રાજસ્થાનમાં અમરપુરા સ્ટેશનની નજીક એક ટ્રેનમાં આગ લાગ્યાની ઘટનામાં કોઈ વ્યક્તિ દ્વારા લિનેનને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જે આગ લાગ્યાનું કારણ બન્યું હતું.
બિહારના રોહતાસ જિલ્લાના સાસારામ રેલવે સ્ટેશન પર ઉભેલી એક પેસેન્જર ટ્રેનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ટ્રેન જ્યારે સ્ટેશન પર ઉભી હતી ત્યારે આ ઘટના બની હતી. કોઈએ અંદર સળગતી વસ્તુ ફેંકી હોવાની સૌથી વધારે સંભાવના છે
PM Modi 2002 Gujarat Riots (Godhra Train Burning Case)
શું છે ગોધરા કાંડનો ઈતિહાસ?
27 ફેબ્રુઆરી, 2002ના ગુજરાતના ગોધરા સ્ટેશન પર અયોધ્યાથી પાછી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બાને સળગાવી દેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં 59 કારસેવકોના મોત થયા હતા. આ ઘટના પછી ગોધરામાં તણાવ વધ્યો હતો અને સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. સાવચેતીના ભાગરૂપે સ્કૂલો અને દુકાનો બંધ કરી દેવામાં આવી અને કર્ફ્યૂ લગાવી દેવાયો હતો.
પોલીસને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યો હતો. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ગોધરા કાંડ પછી આખા ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં કુલ 1,044 લોકોએ જીવ ગુમાવ્યો હતો.