Fri Sep 04 2026

Logo

દેશમાં ખાંડ બાદ હવે કાંદાના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

2026-08-24 16:33:04
Author: Chandrakant Kanoja
દેશમાં ખાંડ બાદ હવે કાંદાના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

નવી દિલ્હી: દેશમાં એક તરફ જ્યારે તહેવારો શરુઆત થઈ છે. ત્યારે ખાંડના ભાવમાં વધારો થયો છે. તેમજ તેની બાદ હવે મળતી માહિતી મુજબ કાંદાના ભાવમાં પણ વધારો થયો છે. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ તેવી શકયતા છે.  

કાંદાનો ભાવ રૂપિયા 60-65 સુધી પહોંચી ગયો 

જેમાં કાંદાના ભાવમાં  વધારો નોંધાયો છે. અગાઉ ₹ 30-35 પ્રતિ કિલો વેચાતા કાંદાના ભાવમાં છુટક બજારમાં રૂપિયા 60-65 સુધી પહોંચી ગયો છે. 

દિલ્હીના બજારમાં બટાકા, કાંદા અને ટામેટાના ભાવમાં વધારો

આ ઉપરાંત દિલ્હીના બજારમાં દરરોજ વપરાશમાં લેવાતા બટાકા, કાંદા અને ટામેટાના ભાવમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆર અને નાસિકથી ચેન્નાઈ સુધીના પ્રદેશો કાંદાના વધતા ભાવની અસર અનુભવી રહ્યા છે.

કાંદાના ભાવમાં 20 ટકાનો વધારો

આ અંગે ગ્રાહક બાબતોના વિભાગ અનુસાર કાંદાનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 42 ની આસપાસ રહ્યો છે. જે એક મહિનાની સરખામણીમાં આશરે 20 ટકાનો વધારો છે.

આ દરમિયાન ગુજરાતમાં શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદમાં રીંગણ,ટામેટાં, ભીંડા, ફ્લાવર અને અન્ય શાકભાજીના ભાવમાંઉછાળો નોંધાતા ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાયું છે.

અમદાવાદમાં લીલા શાકભાજીનો  ભાવ પ્રતિ કિલોએ 100 રૂપિયા પહોંચ્યો 

આ અંગે મળતી માહિતી મુજબ રીંગણનો ભાવ પ્રતિ કિલો રૂપિયા  100 થી 120,
ટામેટાં ભાવ પ્રતિ કિલો રૂપિયા 60 થી 80, ભીંડા ભાવ પ્રતિ કિલો રૂપિયા 80 થી 100, કોબીજ ભાવ પ્રતિ કિલો રૂપિયા 50 થી 70, ફ્લાવર ભાવ પ્રતિ કિલો રૂપિયા 80 થી 100, કાંદા ભાવ પ્રતિ કિલો રૂપિયા 60 થી 70, બટાકા ભાવ પ્રતિ કિલો રૂપિયા 30 થી 40, કારેલાં  ભાવ પ્રતિ કિલો રૂપિયા 100, ચોળી ભાવ પ્રતિ કિલો રૂપિયા 120, પરવળ ભાવ પ્રતિ કિલો રૂપિયા 120, કંકોડા ભાવ પ્રતિ કિલો રૂપિયા 120 અને ગવાર ભાવ પ્રતિ કિલો રૂપિયા 100 નોંધાયો છે. 

આ ભાવવધારાને લીધે તહેવારો દરમિયાન ગૃહિણીઓનું બજેટ ખોરવાશે તેમજ ખર્ચમાં વધારો થશે.