Wed Sep 02 2026

Logo

કોલકાતામાં હાર્દિક અને સૂર્યકુમારનું આજે કમબૅક થશે?

2026-05-20 18:51:48
Author: Ajay Motiwala
કોલકાતામાં હાર્દિક અને સૂર્યકુમારનું આજે કમબૅક થશે?

BCCI


કોલકાતાઃ ઈડન ગાર્ડન્સમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે રમાનારી મૅચથી કૅપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમમાં કમબૅક કરશે એવી સંભાવના છે.

જોકે ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તી આ મૅચમાં નહીં રમે એવી પાક્કી શક્યતા છે. મુંબઈની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે, જ્યારે કોલકાતાએ રેસમાં ટકી રહેવા આ મૅચ જીતવી જ પડશે અને પછી બીજી મૅચોના પરિણામો પર આધાર રાખવો પડશે. અજિંક્ય રહાણેના સુકાનમાં કોલકાતાએ રવિવારે દિલ્હી સામેની અંતિમ લીગ મૅચ પણ જીતવી પડશે.

બેંગ્લૂરુ, ગુજરાત અને હૈદરાબાદ પ્લે-ઑફમાં પહોંચી ગયા છે. કોલકાતાના સુનીલ નારાયણે 10 વખત મુંબઈના રોહિત શર્માની વિકેટ લીધી છે એટલે આજે રોહિતે તેની સામે ખૂબ સાવચેત રહેવું પડશે.

બુમરાહ 2016થી 2025 સુધીમાં આઇપીએલની દરેક સીઝનમાં ઓછામાં ઓછી 15 વિકેટ લીધી જ હતી, પણ આ વખતે તે 12 મૅચમાં માત્ર ત્રણ વિકેટ લઈ શક્યો છે.