Thu Apr 30 2026

Logo

કુંભ રાશિમાં સર્જાયો ચતુર્ગ્રહી યોગ, આ રાશિના જાતકોને બેંક બેલેન્સ વધવાથી લઈને કરિયરમાં મળશે સફળતા...

2026-03-17 16:54:50
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ 2026નો આ સમયગાળો અત્યંત શુભ અને લાભકારી સાબિત થવા જઈ રહ્યો છે. હાલમાં શનિની સ્વામિત્વ હેઠળની કુંભ રાશિમાં એક સાથે ચાર મહત્ત્વના ગ્રહોની યુતિ થતાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે અમુક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આ સમયગાળો કેટલીક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે.  

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 16મી માર્ચ 2026ના રોજ કુંભ રાશિમાં રાહુ, મંગળ, બુધ અને ચંદ્ર એકસાથે આવતા આ રાજયોગ સક્રિય થયો છે. જ્યોતિષીઓના મતે, આ સંયોગ 18મી માર્ચ, 2026ની મોડી રાત્રે 11.35 કલાક સુધી રહેશે. ભલે આ યોગ અઢી દિવસ માટે હોય, પરંતુ તેની સકારાત્મક અસર આગામી ઘણા દિવસો સુધી જોવા મળશે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. બેંક બેલેન્સ વધવાથી લઈને કરિયરમાં અણધારી સફળતા અપાવશે. ચાલો તમને જણાવીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ... 

મેષ: 

ગ્રહોના સેનાપતિ એવા મંગળ આ દુર્લભ યોગનો હિસ્સો હોવાને કારણે મેષ રાશિના જાતકોને કરિયરમાં અણધારી સફળતા મળશે. આ સિવાય જે જાતકો નવી નોકરીની શોધમાં છે તેમને ઉત્તમ તકો પ્રાપ્ત થશે અને જૂની મહેનતનું મીઠું ફળ મળશે. પરિવારના સભ્યોનો દરેક કામમાં સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. 

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં સર્જાઈ રહેલાં બે યોગ ખૂબ જ લાભદાયી સાબિત થવાના છે. આ સમયે તમને આર્થિક મોર્ચે પણ મનચાહ્યો લાભ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. જો કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો એ પૈસા પાછા મળી શકે છે. બેંક બેલેન્સમાં વધારો થશે. સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓ દૂર થશે અને ભાગ્યનો ભરપૂર સાથ મળશે.

તુલા: 

તુલા રાશિના જાતકો માટે પણ આ સમયગાળો ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થવાનો છે. શિક્ષણ અને કરિયરના ક્ષેત્રે આશ્ચર્યજનક પરિણામો મળશે. જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. મુશ્કેલ કામો પણ ચપટી વગાડતા પૂરા થશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. 

કુંભ: 

કુંભ રાશિમાં જ આ યોગ તમારી જ રાશિમાં બની રહ્યો હોવાથી આ રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળી રહ્યો છે. આ સમયે આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે એક કરતાં વધારે સ્રોતમાંથી આવક થતાં તમે દેવું ચૂકવવામાં સફળ થશો. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.