Fri Jun 12 2026

Logo

બોલો, ChatGPT માત્ર સલાહ નહીં આપે પણ તમારા માટે ખરીદી અને પેમેન્ટ કરશે...

San Francisco   2026-06-12 15:26:00
Author: mumbai samachar team
Article Image

સાન ફ્રાન્સિસ્કો: રોજિંદા જીવનમાં ચેટજીપીટીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. હવે આ એઆઈ ચેટબોટથી યુપીઆઈ પેમેન્ટ પણ કરી શકાશે. પેમેન્ટની મોટી કંપની વિઝાએ કહ્યું હતું કે તેણે ચેટજીપીટીમાં પોતાના પેમેન્ટ નેટવર્કને જોડી દીધું છે, તેનાથી ચેટબોટ જાતે જ ખરીદી કરી શકશે અને પેમેન્ટ પણ કરી શકશે. 
કંપનીને આશા છે કે લોકો જલદી પોતાની તરફથી કરિયાણાનો સામાન, એર ટિકિટ અથવા ડાયપર જેવી ચીજવસ્તુઓ ખરીદવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)એજન્ટનો ઉપયોગ કરતા થઈ જશે.

એનો અર્થ એ છે કે એઆઈ એજન્ટ હવે ઉત્પાદનોની ભલામણ કરશે અને યુઝર તરફથી કોઈ એવા દુકાનદાર પાસેથી ખરીદી પણ કરી શકે છે જે વીઝા કાર્ડનો સ્વીકાર કરતા હોય. પેમેન્ટ નેટવર્કની જેમ આ ટેકનિક ફક્ત એક રિટેલર અને કેટલાક પસંદગીના મર્ચન્ટ સુધી સિમિટ હતી.

ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઓપનએઆઈનો આ પ્રથમ પ્રયાસ નથી. કંપનીએ ગયા વર્ષના અંતમાં ઇન્સ્ટન્ટ ચેકઆઉટની જાહેરાત કરી હતી, જેનાથી ચેટજીપીટી એક ડિજિટલ પર્સનલ શોપરની જેમ કોઈ ચોક્કસ વસ્તુ માટે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકતું હતું. પરંતુ આ પ્રક્રિયામાં ભૂલો રહેવાની સંભાવના રહેતી હતી. ઓપનએઆઈ દ્ધારા વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીના કારણે તેને મોટાભાગના વેપારીઓ દ્વારા અપનાવવામાં આવી ન હતી. કંપનીએ માર્ચમાં ‘ઇન્સ્ટન્ટ ચેકઆઉટ’ સેવા બંધ કરી હતી.

વિઝા સાથે આ ભાગીદારી ઓપનએઆઈના અગાઉના પ્રયાસો કરતા અલગ છે, કારણ કે તે યુઝર્સને ખરીદી કરવા માટે તેમના વિઝા કાર્ડને ચેટજીપીટી સાથે લિંક કરવાની મંજૂરી આપશે અને વેપારીઓ માટે એજન્ટો દ્વારા શરૂ કરાયેલા પેમેન્ટને સ્વીકારવાનું સરળ બનાવશે. ઓપનએઆઈ તે ટેકનોલોજી ઉપલબ્ધ કરાવશે જેનાથી એજન્ટ ચેટજીપીટી મારફતે વાતચીત કરી શકશે, નિર્ણય લઈ શકશે અને ખરીદી શરૂ કરી શકશે. ચીનની બહાર વિશ્વનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક વીઝા આમ કરવા માટે જરૂરી પેમેન્ટ ઓથોરાઈઝેશન અને ફ્રોડ મોનિટરિંગની સુવિધા આપશે.

વિઝાના ચીફ પ્રોડક્ટ અને સ્ટ્રેટેજી ઓફિસર જેક ફોરેસ્ટેલે કહ્યું કે  "જેમ જેમ એઆઈ એજન્ટો અર્થતંત્રમાં સક્રિય સહભાગી બને છે, તેમ વિઝાનું ધ્યાન એ સુનિશ્વિત કરવા પર રહે છે કે પેમેન્ટ વિશ્વસનીય, સુરક્ષિત અને સીમલેસ થાય.