Mon Aug 17 2026

Logo

પશ્ચિમ યુરોપ અને બ્રિટનમાં ભીષણ 'હિટવેવ'નો ખતરો: રેકોર્ડબ્રેક ગરમી પડી શકે

London   2026-08-13 21:25:56
Author: Mumbai Samachar Team
Article Image

ગરમીથી હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ બેહાલ, બ્રિટનમાં દુષ્કાળ અને પાણીની અછતનું સંકટ

લંડન: પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં ફરી એકવાર ભીષણ ગરમી પડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બ્રિટનમાં પણ ગરમીની સીઝનમાં પાંચમી વખત ‘લૂ’ પડવાની આશંકા છે. માનવામાં આવી રહ્યું છે કે જે અત્યાર સુધીનો સૌથી ગરમ ઉનાળો રહેશે. 

હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે મધ્ય અને દક્ષિણપૂર્વ ઇંગ્લેન્ડમાં તાપમાનનો પારો 38 સેલ્સિયસ સુધી પહોંચશે જે ઓગસ્ટના 38.5 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડની ખૂબ નજીક છે. આ અઠવાડિયાની શરૂઆતમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગયા વર્ષના સૌથી ગરમ વર્ષના રેકોર્ડને તોડવા માટે ઓગસ્ટના બાકીના દિવસો માટે માત્ર સરેરાશ પરિસ્થિતિઓની જરૂર છે.

છેલ્લા કેટલાક સપ્તાહ ખૂબ મુશ્કેલીભર્યા રહ્યા છે. દુકાનો અને ઓફિસોની બહાર એસી ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગના (આરસીએન) જણાવ્યા અનુસાર, હોસ્પિટલોમાં કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે, જ્યાં નર્સ ગરમી અને થાકને કારણે બેભાન થઈ જવાની ઘટનાઓ બની રહી છે.

આરસીએનના ચીફ એક્ઝિક્યૂટીવ અને જનરલ સેક્રેટરી પ્રોફેસર નિકોલા રેન્જરે કહ્યું હતું કે "જ્યારે નર્સિંગ સ્ટાફને ગરમીના કારણે ચક્કર આવી રહ્યા છે, બીમારીની ફરિયાદ કરી રહ્યા છે. તેઓને જ  હોસ્પિટલોમાં દાખલ થવું પડી રહ્યું છે. દેશના મોટા ભાગમાં દુષ્કાળ પડ્યો છે. જેના કારણે ઘરો, કૃષિ અને પર્યાવરણ માટે પાણીના સંસાધનો પર દબાણ વધી રહ્યું છે.

ઈંગ્લેન્ડના દક્ષિણ ભાગોમાં પાણીની સપ્લાય કરતી કંપની ‘સધર્ન વોટરે’ દુષ્કાળનો સામનો કરવા માટે એક વિશેષ આદેશની માંગ કરી છે. જો આ મંજૂર થાય છે તો વેપારીઓ પર બિન-આવશ્યક પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે, જેમાં કાર સાફ કરવા અને સ્વિમિંગ પુલ ભરવાનો સમાવેશ થાય છે. 

કંપનીએ કહ્યું કે વરસાદ ઓછો પડવાના કારણે હેમ્પશાયર અને આઇલ ઓફ વાઈટમાં પાણીની અછતનો ખતરો મંડરાઈ રહ્યો છે. પર્યાવરણ સચિવ એન્જેલા ઇગલ આ અરજી પર નિર્ણય લેશે.
નેશનલ ફાયર ચીફ્સ કાઉન્સિલના ડેટા અનુસાર, આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જંગલમાં આગ લાગવાની લગભગ 1,017 ઘટનાઓ બની છે