દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
ગુજરાતમાં ઉનાળા માટે સરકારનું આયોજન, જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
ગાંધીનગર : ગુજરાતના સરકારે માર્ચ માસથી શરૂ થયેલા આકરા ઉનાળા માટે આગોતરું આયોજન હાથ ધર્યું છે. જેમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.
લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે સ્પીકર વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત રદ
લોકસભામાં વિપક્ષ હંગામા વચ્ચે સ્પીકર વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત નકારવામાં આવી છે. લોકસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અને ધ્વનિ મત દ્વારા રદ કરવામાં આવી છે. તેની બાદ સ્પીકર જગદંબિકા પાલે ગુરુવાર સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યમા સમાન પદ્ધતિથી નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે
ગુજરાત સરકારે રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓ અંગે મોટો નિર્ણય લીધો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ ભૂમિ સીમાંકન હાથ ધરવા માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે.
લોકસભામાં અમિત શાહે કહ્યું સ્પીકર વિરુધ્ધ અવિશ્વાસ દરખાસ્ત અફસોસજનક બાબત
લોકસભામાં સ્પીકર અંગે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્તનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આકરો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે સ્પીકર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ લોકશાહી માટે અફસોસજનક બાબત છે. તેમણે કહ્યું સ્પીકર કોઇ પક્ષના નથી હોતા સંપૂર્ણ ગૃહના હોય છે. તેમની નિષ્ઠા પર સવાલ ઉઠાવવાથી વિશ્વમાં દેશની લોકશાહી વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે.
સ્પીકર તમામ પક્ષના હોય છેઃ અમિત શાહ
લોકસભાના બજેટ સત્રમાં સ્પીકર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સ્પીકર કોઈ પક્ષના નથી, પરંતુ તમામ પક્ષના છે. બંધારણે સ્પીકરના હોદ્દાને મધ્યસ્થીની ભૂમિકામાં રાખ્યા છે, પરંતુ તમે તેમની કામગીરી પર સવાલ ઊઠાવ્યા. 75 વર્ષમાં સ્પીકરે લોકતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
ગુજરાતના આવનારા કાર્ગો જહાજ પર મિસાઈલથી હુમલો
ગુજરાતના પોર્ટ પર આવી રહેલા થાઈલેન્ડના બે કાર્ગો જહાજ પર મિસાઈલથી હુમલો થયો હોવાના અહેવાલ છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં 20 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પરના હુમલામાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રતિબંધો મૂક્યા પછી ત્યાંથી પસાર થનારા જહાજને ટાર્ગેટ કરવાના અહેવાલ.
ગુજરાતના માર્ચ માસમા જ આકરા ઉનાળાની શરૂઆત, દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ગુજરાતમાં આ વર્ષે આકરા ઉનાળાની વહેલી શરૂઆત થઇ છે. જેમાં માર્ચ માસના પ્રથમ 10 દિવસમાં ગરમીનો પારામાં સરેરાશ સાત ડિગ્રીનો વધારો થયો છે. જેના લીધે લોકો અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દીવમાં ગરમીએ આ વર્ષે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
આંબરડી સફારી પાર્કમાં વિદેશી મુસાફરોની સંખ્યા વધી
ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અમરેલીના આંબરડી સફારી પાર્કમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. 2024માં વિદેશી મુલાકાતીની સંખ્યા માત્ર એક હતી, જ્યારે 2025માં 27 વિદેશી મુલાકાતીઓ આંબરડી સફારી પાર્કમાં આવ્યા હતા. આમ ગત વર્ષે અગાઉના વર્ષોની તુલનામાં વિદેશી મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો.
ગૃહ કોઈ એક પક્ષનું નહીં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છેઃ રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં બોલતા કહ્યું કે, અહીં ચર્ચા લોકશાહી પ્રક્રિયા અને સ્પીકરની ભૂમિકા વિશે છે. ઘણી વખત મારું નામ લેવામાં આવ્યું છે અને મારા વિશે આડેધડ વાતો કરવામાં આવી છે. આ ગૃહ ભારતની જનતાની અભિવ્યક્તિ છે. તે કોઈ એક પક્ષનું નહીં, પરંતુ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પણ અમે બોલવા માટે ઉભા થઈએ છીએ, ત્યારે અમને બોલતા અટકાવવામાં આવે છે. છેલ્લી વખતે જ્યારે હું બોલ્યો હતો, ત્યારે મેં આપણા વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલા સમાધાન અંગે એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ગરમી વધતા શાળાના સમયમાં ફેરફારની માગ
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આ દરમિયાન ગાંધીનગરમાં ગરમી વધતા શાળાના સમયમાં ફેરફાર કરવાની માગ રજૂ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સવારનો સમય રાખવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં 16 માર્ચ સુધી હીટવેવની આગાહી
હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
LPG સિલિન્ડર માટે શહેરોમાં લાગી લાઈનો
ભારતથી આશરે ત્રણ હજાર કિલોમીટર દૂર ઈરાનમાં ચાલી રહેલા જંગની અસર હવે ભારતના રસોડા અને હોટલો તથા રેસ્ટોરન્ટ્સમાં પણ અનુભવાઈ રહી છે. ઈરાન જંગ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે LPG કુકિંગ ગેસની અછત સર્જાઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વભરમાં ઉર્જા પુરવઠા માટેનું એક મોટું માધ્યમ છે. બેંગલુરુ, ચેન્નાઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને લખનઉ જેવા શહેરોમાં LPG સિલિન્ડર માટે લાઈનો લાગી છે.
વિશ્વભરમાં ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ ડાઉન
વિશ્વભરમાં ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે સવારે વિશ્વભરના ઘણા દેશોમાં લોકોને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી વધુ આ સમસ્યાથી પ્રભાવિત થયું હતું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, 10,000 થી વધુ ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.