Tue May 19 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 02 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-02 08:19:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-02 21:07:30

US સ્પેનના લશ્કરી મથકોનો ઉપયોગ નહીં કરે શકે

ઇરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત ઓપરેશન વચ્ચે સ્પેનએ અમેરિકાને લશ્કરી મથકોનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આ અગાઉ બ્રિટને પણ મિલિટરી બેસનો ઉપયોગ કરવાની મનાઈ કરી હતી.

2026-03-02 20:04:02

યુદ્ધ મુદ્દે અમેરિકાનું મોટું નિવેદન

મિડલ ઈસ્ટના તણાવને લઈ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું ઈરાન ઈરાક નથી કે યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ઈરાન પર વધતા હુમલા અને મિડલ ઈસ્ટમાં અમેરિકાના અગાઉના હુમલાની સરખામણી કરવાના મુદ્દાને ફગાવ્યો હતો.

2026-03-02 19:20:16

યુએઈ પછી PM મોદીએ બહેરિન-સાઉદી સાથે કરી વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ પછી આજે બહેરિનના રાજા હમદ બિન ઈસા અલ ખલીફા અને સઉદી અરેબિયાના કાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી સાથે મહત્ત્વના મુદ્દે વાત કરી. જોકે, બંને દેશો પર થયેલા હુમલાની ટીકા કરતા પીએમ મોદીએ સઉદીમાં ભારતીય સમુદાયની સુરક્ષા અને કુશળ રીતે પરત લાવવા મુદ્દે પણ ચર્ચા કરી હતી.

2026-03-02 19:03:29

પેન્ટાગોન સીક્રેટ મીટિંગમાં મોટો ખુલાસો

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલાનું કારણ હવે મિડલ ઈસ્ટમાં મુશ્કેલીનું કારણ બની ગયો છે. ઈરાન મોટું જોખમ બન્યું હોવાનો દાવો કરીને ટ્રમ્પે ઈરાન પર હુમલો કર્યો હતો, પરંતુ પેન્ટાગોન સીક્રેટ મીટિંગથી નવી વાત જાણવા મળી છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે એવી કોઈ વાત નહોતી કે પહેલા ઈરાન અમેરિકા પર હુમલો કરે.

2026-03-02 18:06:15

કુવૈતએ ભૂલથી અમારા એરક્રાફ્ટ તોડ્યાઃ અમેરિકાની કબૂલાત

અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત યુદ્ધમાં ઈરાનને નિરંતર ટાર્ગેટ બનાવી રહ્યું છે ત્યારે આ જંગમાં અમેરિકાએ ચોંકાવનારી કબૂલાત કરી છે. કુવૈતએ અમેરિકાના ત્રણ F-15E લડાકુ વિમાન તોડી પાડ્યા હતા. અમેરિકન મિલિટરીએ કહ્યું છે કુવૈતએ ભૂલથી અમેરિકન એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા, જેમાં 6 ક્રૂ મેમ્બરના સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા.

2026-03-02 16:01:32

ઈઝરાયલના પીએમની ઓફિસ પર એટેક

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના અવિરત હુમલા વચ્ચે ઈરાને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસ પર હુમલો કર્યો હોવાનો દાવો. આઈઆરજીસીએ દાવો કર્યો છે કે એર ફોર્સ કમાન્ડર પર પણ હુમલો કર્યો છે.

2026-03-02 16:00:14

ઈઝરાયલના પીએમની ઓફિસ પર એટેક

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના અવિરત હુમલા વચ્ચે ઈરાને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસ પર હુમલો કર્યો હોવાનો દાવો. આઈઆરજીસીએ દાવો કર્યો છે કે એર ફોર્સ કમાન્ડર પર પણ હુમલો કર્યો છે.

2026-03-02 15:16:33

US-ઈઝરાયલે પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યાનો ઈરાનનો મોટો દાવો

યુદ્ધની વચ્ચે અમેરિકા અને ઈઝરાયલે તેના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હોવાનો ઈરાને આજે સૌથી મોટા દાવો કર્યો છે. ઈરાનના રાજદૂતે કહ્યું કે રવિવારે ઈરાની ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કરવામાં આવ્યો છે. IAEAએ હુમલામાં રેડિયેશનની ચેતવણી આપી છે અને કહ્યું છે કે એનાથી મોટા શહેરોને ખાલી કરવાની નોબત આવી શકે છે.

2026-03-02 14:35:20

ઈરાનમાં મૃતકોની સંખ્યા 555ને પાર

અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર કરેલા હુમલામાં ખામેનેઈના મોત બાદ ઈરાન અને પશ્ચિમ દેશો વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થયો છે.  આ હુમલામાં ઈરાનમાં મૃતકોની સંખ્યા 555 પર પહોંચી છે.

2026-03-02 14:17:57

અમેરિકા-ઈઝરાયલે ઈરાનના કોનાર્ક નેવલ બેસ પર હુમલો કર્યો

અમેરિકા-ઈઝરાયલે ઈરાનના કોનાર્ક નેવલ બેસ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જહાજ ડૂબી ગયા છે. ઘણી ઈમારતો પણ તબાહ થઈ છે. લેટેસ્ટ સેટેલાઈટ ઈમેજમાં ઓમાનની ખાડી પાસે દક્ષિણ ઈરાનમાં કોનાર્ક નેવલ બેસ પર તૂટેલી ઈમારતો જોવા મળી રહી છે.

2026-03-02 13:51:49

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત પર શ્રીનગરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. દેખાવકારો રોડ પર ઉતર્યા છે. સુરક્ષાદળોએ પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળપ્રયોગ કર્યો છે. કેટલાક સ્થળોએ ટીયર ગેસના શેલ છોડાયા હતા. ખામેનેઈના મોત બાદ અચાનક શરૂ થયેલા વિરોધ પ્રદર્શનના કારણે ઘાટીમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદા-કાનૂનની સ્થિતિ જાળવી રાખવા આ નિર્ણય લેવાયો છે.

2026-03-02 13:39:04

PM મોદીના નેતૃત્વના કેનેડાના PMએ કર્યા વખાણ

કેનેડાના PM માર્ક કાર્નીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં મોદીના કામના કર્યા વખાણ. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. ઉપરાત ભારતની માથાદીઠ આવકમાં અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી ગતિએ વધારો થયો.

2026-03-02 13:03:29

ઉન્નાવ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 3નાં મોત, 31 ઘાયલ

ઉત્તર પ્રદેશના ઉન્નાવ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે બસ અથડાઈ છે. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

2026-03-02 11:52:58

લેબનાનમાં ઈઝરાયલના હુમલામાં 31 લોકોનાં મોત

લેબનાન પર ઈઝરાયલે કરેલા હુમલામાં અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયા છે. 149 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે.

2026-03-02 09:34:14

સોના-ચાંદીના ભાવમાં તેજી


ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. સોનાના ભાવમાં રૂ. 5000થી વધુનો અને ચાંદીના ભાવમાં રૂ.8000થી વધુનો વધારો થયો છે. જ્યારે ભારતીય શેરબજારની 1200 પોઈન્ટના કડકા સાથે શરૂઆત થઈ છે.

2026-03-02 08:29:19

ગુજરાતમાં આગામી 5 દિવસ સૂકું હવામાન રહેશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું હવામાન રહેશે.  રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.

2026-03-02 08:23:10

PM મોદીની નેતન્યાહૂ સાથે ટેલિફોન વાતચીત

વડાપ્રધાન મોદીએ વર્તમાન પરિસ્થિતિ અંગે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત કરી હતી. તેમણે X પર ટ્વીટમાં લખ્યું કે, 'વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરી. તાજેતરના ઘટનાક્રમ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો. ભારત લડાઈને વહેલી તકે અટકાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરે છે.'