Fri Sep 04 2026

Logo

‘ઈસ્લામ બીજા ધર્મો કરતાં શ્રેષ્ઠ’! કર્ણાટકના મંત્રીના નિવેદનથી ગરમાયું રાજકારણ

2026-08-30 19:47:49
Author: Mumbai Samachar Team
‘ઈસ્લામ બીજા ધર્મો કરતાં શ્રેષ્ઠ’! કર્ણાટકના મંત્રીના નિવેદનથી ગરમાયું રાજકારણ

બેંગ્લુરૂઃ દેશના દક્ષિણ રાજ્યોની રાજનીતિમાં સમયાંતરે એવા મુદ્દાઓ ઊઠે છે જેના પડઘા સમગ્ર દેશમાં પડે છે. કર્ણાટક રાજ્યના મંત્રી બસવરાજ રાયરેડ્ડીએ જણાવ્યું હતું કે, ઈસ્લામ અન્ય ધર્મ કરતા શ્રેષ્ઠ છે. આ સાથે મંત્રીએ ઈસ્લામને મહાન અને માનવીયતાથી ભરપૂર ધર્મ ગણાવ્યો છે. કુરાન માત્ર મુસ્લિમો માટે જ નહીં, આને કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે.

કોપ્પલ જિલ્લાના કુકનુર શહેરમાં વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે પયગમ્બર સાહેબે સમગ્ર દુનિયાને કુરાન ભેટમાં આપી અને દાવા કર્યો હતો કે, ઈસ્લામ એક સાયન્ટિફિક ધર્મ છે જે લોકોએ શીખવું જોઈએ. એમાંથી જીવન જીવતા શીખવું જોઈએ. 

હું કોઈ મઠમાં જતો નથી

સરકારે લગ્ન માટે ફંડ આપ્યું છે અને આ પ્રકારના પ્રોજેક્ટ માટે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અથવા અન્ય મુસ્લિમ દેશ પાસેથી કોઈ ફંડ આવતું નથી. જે લોકો ઈસ્લામ વિશે કંઈ જાણતા નથી, તેઓ ખોટો અંદાજ લગાવી રહ્યા છે. ખોટો મત ઊભો કરી બેઠા છે. ઈસ્લામ બાકીના અન્ય ધર્મો કરતા શ્રેષ્ઠ છે કારણ કે આની શરૂઆત માણસાઈથી થાય છે. કુરાન અંગે મેં કોઈ અબ્રાહમિક ધર્મોનો કોઈ વધારે પડતો અભ્યાસ કર્યો નથી. 

હું રોજ મંદિરમાં કે કોઈ મઠમાં જતો નથી, પણ ધર્મ અને અલગ અલગ ઈતિહાસ અંગે અભ્યાસ અવશ્ય કરૂ છું. એના માટે અબ્રાહમિક ધર્મો અંગે વાત કરૂ છું. ઈસ્લામના અનુયાયીઓ માટે કુરાન પવિત્ર ગ્રંથ છે, જેને પયગંબર સાહેબ તરફથી મળેલા સંદેશ તરીકે માનવામાં આવે છે. યારેડ્ડી અગાઉ પણ ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. 2025માં તેમના લિંગાયત સમુદાય અંગેના નિવેદનને લઈને પણ રાજકીય વિવાદ થયો હતો.

અગાઉ પણ રહ્યા છે ચર્ચામાં

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના સહયોગી મનાતા બસવરાજ રાયરેડ્ડીએ એ સમયે જણાવ્યું હતું કે, લિંગાયત સમુદાય કોઈ જાતિ કે ધર્મનું નહીં, પણ એક આંદોલનનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યમાં ચાલી રહેલા પછાત વર્ગોના સર્વેક્ષણ વચ્ચે આ ટિપ્પણીએ વિવાદ ઉભો હતો. 

ભાજપે કોંગ્રેસ પર ધર્મની આડમાં "અન્ય" લોકોને સામેલ કરીને હિન્દુઓને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશમાં ધર્મના નામને લઈને અનેક એવા આક્ષેપો સત્તા અને વિપક્ષ વચ્ચે કરવામાં આવી રહ્યા છે.