Wed Aug 19 2026

Logo

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટની રાહત! 8મું પગાર પંચ તેનો અંતિમ રિપોર્ટ ક્યારે સોંપશે સરકારને?

2026-08-15 21:42:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: હાલમાં દેશમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8મા પગાર પંચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ તે અંગેનું પણ કમિશન નિયમિતપણે કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે બેઠકો કરી રહ્યું છે. પગાર પંચ આ મહિનાની 8 અને 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં મળ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં આ તેમની બીજી બેઠક હતી. આ બેઠકમાં, કેટલાક સંગઠનોએ મૂળ પગાર રૂ. 18,000 થી વધારીને રૂ. 69,000 કરવાની માંગ કરી હતી. 8મા નાણાં પંચની આગામી બેઠક 31 ઓગસ્ટના રોજ જયપુરમાં યોજાવા જઇ રહી છે. 

નવેમ્બર 2025 માં 8મા પગાર પંચની રચના થયાને નવ મહિના વીતી ગયા છે અને હવે, ફક્ત નવ મહિના બાકી છે. ચોમાસા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કમિશનને દરેક નાના કે મોટા અપડેટ આપવાની જરૂર નથી. ફિટમેન્ટ ફેક્ટરથી લઈને બેઝિક પગાર સુધીના મુદ્દાઓ પર હજુ સુધી કોઈ સલાહ મળી નથી. સરકારે જણાવ્યું હતું કે પગાર પંચ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. કમિશન પાસે મે 2027 સુધીનો સમય છે.

અહેવાલો અનુસાર, ભારતની આઝાદી પહેલા પણ પહેલું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 1946માં લાગુ કરાયેલા પગાર પંચ હેઠળ, કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર રૂ. 55 મળતો હતો. તે સમયે મહત્તમ મૂળ પગાર રૂ. 2000  હતો. બીજું પગાર પંચ 1959માં લાગુ કરવામાં આવ્યું હતું. તે સમયે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર રૂ.80  પ્રતિ માસ મળતો હતો, તે રૂ. 3000  સુધી પહોંચી ગયો હતો. ત્રીજા પગાર પંચ દરમિયાન, લઘુત્તમ મૂળ પગાર ₹196 હતો. આ પગાર પંચ 1973 માં લાગુ કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં એક બેઠક દરમિયાન, કેટલાક સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટરમાં 3.83 નો વધારો કરવાની માંગ કરી હતી. જો પગાર પંચ આ માંગ સ્વીકારે છે, તો કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળ પગાર રૂ. 69,000 થઈ શકે છે. જોકે, નિષ્ણાતો આ અંગે ઓછા આશાવાદી છે.