Fri Sep 04 2026

Logo

ભાવનગરની હોસ્ટેલમાં 4 વિદ્યાર્થીએ 14 વર્ષના છોકરા સાથે કર્યું ,સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ? પિતાએ શું કર્યા આક્ષેપ ?

2026-08-24 10:07:00
Author: Mayur Patel
ભાવનગરની હોસ્ટેલમાં 4 વિદ્યાર્થીએ 14 વર્ષના છોકરા સાથે કર્યું ,સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ? પિતાએ શું કર્યા આક્ષેપ ?

ભાવનગરઃ ભાવનગરની હોસ્ટેલમાં 4 વિદ્યાર્થીએ 14 વર્ષના છોકરા પર અત્યાચાર ગુજાર્યો હતો. છોકરાના પિતાએ તેમના પુત્ર પાસે માથું દબાવડાવવું, માલિશ કરાવવી, ચપ્પલે ચપ્પલે માર મારી, પરાણે સિગારેટ પીવડાવી અને તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈ હોસ્ટેલ તથા સ્કૂલ તંત્ર દોડતું થયું હતું.

શું છે સમગ્ર મામલો

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી એક બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના એક વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગ અને શારીરિક-માનસિક ત્રાસની ઘટના સામે આવી હતી. પીડિત વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ ધોરણ-12 સાયન્સના 4 સિનિયર વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના 2 રેક્ટર તેના પુત્ર પાસે હોસ્ટેલના કામ કરાવતા હતા. માથું દબાવતા હતા, માલિશ કરાવતા હતા તેમજ ચપ્પલ અને ઢીકાપાટુથી માર મારતા હતા.

તેમજ  મોં બંધ રાખી નાકમાંથી ધુમાડો કાઢવા મજબૂર કરવો અને હસતા ચહેરે તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી.  CCTV ન હોય તેવી જગ્યાએ લઈ જઈ માર મારતા હતા અને બાથરૂમની લાઇટ બંધ કરી ડરાવતા હતા. આ સતત ત્રાસના કારણે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે ડાયપર પહેરીને સૂવા મજબૂર બન્યો હતો.

આ ઉપરાંત છોકરાના પિતાએ હોસ્ટેલના રેક્ટરો પણ વિદ્યાર્થીઓને રોકવાના બદલે સિગારેટ લાવી આપતા હોવાનો અને મારપીટમાં સાથ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.  વિદ્યાર્થી ઘરે આવીને ડરેલો જણાતાં પિતાએ પૂછપરછ કરી હતી, જેના આધારે હોસ્ટેલના CCTV ફૂટેજ તપાસતા ત્રાસની પુષ્ટિ થઈ હતી. હાલ સમગ્ર મામલે તપાસ બાદ સાચી હકીકત સામે આવશે.