Sat Sep 26 2026

Logo

શું તમે ક્યારેય એકસાથે ૩૦૦ પ્લેન ઉડતા જોયા છે? વાઈરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, લોકોએ કહ્યું કે...

2026-05-01 15:10:00
Author: Darshana Visaria
શું તમે ક્યારેય એકસાથે ૩૦૦ પ્લેન ઉડતા જોયા છે? વાઈરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, લોકોએ કહ્યું કે...

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક માસ્ક પહેરેલી વ્યક્તિ હાથમાં કાગળના બનાવેલા વિમાનોનો ઢગલો હવામાં ફંગોળે છે અને પછી જે નજારો જોવા મળે છે એ ખરેખર અદ્ભૂત હોય છે અને તમને તમારા બાળપણની યાદ ના અપાવી દે તો જ નવાઈ... ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં... 

સોશિયલ મીડિયા પર અત્યારે કાગળના વિમાન (Paper Planes) બનાવવાનો અને તેને હવામાં ઉડાડવાનો એક અદભૂત વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં વ્યક્તિ દ્વારા એક સાથે 300 કાગળના વિમાનોને ઉડાડવાનો કળાત્મક અને જોવામાં સંતોષ આપે તેવો નઝારો રજૂ કરવામાં આવ્યો છે.

આજના ડિજિટલ યુગમાં પણ બાળપણની સાદી રમતો જ્યારે સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવે છે, ત્યારે તે લોકોના દિલ જીતી લે છે. હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક કલાકારે તેની મહેનત અને કલાના પ્રદર્શનથી સોશિયલ મીડિયા યુઝર્સને મંત્રમુગ્ધ કરી દીધા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @viral_dose.24hrs

 

વીડિયોમાં જોવા મળતી માસ્ક પહેરેલી વ્યક્તિ દ્વારા એક સાથે ૩૦૦ જેટલા કાગળના વિમાનોને ચોક્કસ રીતે તૈયાર કરીને હવામાં ઉડાડવામાં આવે છે. વિમાનોને જે રીતે એકસાથે ઉડતા બતાવવામાં આવ્યા છે, તે જોવું આંખોને ખૂબ જ શાંતિ અને સંતોષ આપે છે. તમે પણ આ વાઈકલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર viral_dose.24hrs નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર લાખો વ્યુઝ મળી રહ્યા છે અને લોકો કલાકારની ધીરજ અને સર્જનાત્મકતાના વખાણ કરી રહ્યા છે. ઉપરાંત અનેક યુઝર્સ આ વીડિયો જોઈને તેમના બાળપણના દિવસો યાદ કરી રહ્યા છે જ્યારે તેઓ પણ કાગળના વિમાન બનાવીને ઉડાડતા હતા.

વધુ જુઓ...