લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણી પહેલા જ હાલમાં મુખ્યમંત્રી પદે રહેલા યોગી આદિત્યનાથને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. આવી અટકળો મુખ્યમંત્રી સુધી પહોંચતા યોગીએ સ્પષ્ટતા કરી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, હું માત્ર સાર્વજનિક જીવનમાં જવાબદારીની ભાવના તથા રાષ્ટ્રપ્રથમને લઈ માર્ગદર્શક સિદ્ધાંત સાથે આવ્યો છું. વડા પ્રધાન મોદીએ અને પાર્ટીએ તેમજ યુપીના લોકોએ સેવાની જવાબદારી સોંપી.
આ મારા સાર્વજનિક જીવન માટેનો સૌથી મોટો વિશેષાધિકાર છે અને મોટી જવાબદારી પણ છે. હાલમાં મારૂ ફોક્સ માત્ર ઉત્તર પ્રદેશના વિકાસ અને કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ પર છે. આર્થિક સામાજિક અને ગવર્નેસ મોડલને વધારે વેગ આપવાના ઈરાદા સાથે કામ કરૂ છું. પાર્ટીની સહયોગી રાજકીય પાર્ટીઓ તથા બેઠકના વિભાજન વચ્ચે જે મુખ્ય મુદ્દો છે એ સંગઠનનો છે. મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારી છે કે, આપણે સમાજ, જિલ્લા અને અન્યના ઘર સુધી સરકારની યોજના પહોંચાડીએ તથા મહત્તમ લાભ આપીએ.
મુખ્યમંત્રી માને છે આ મોટી જવાબદારી
અયોધ્યા બાદ ફોક્સ મથુરા અને કાશી પર છે. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા, મથુરા અને કાશીએ આપણી વિરાસતના પ્રતિક છે. આ જ અમારી મજબૂતી છે. આની સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવી એ આપણી જવાબદારી છે. અમારી પહેલી જવાબદારી છે. સંરક્ષણ વિકાસ બન્ને સાથે ચાલી રહ્યા છે. કાશી વિશ્વનાથને લોકો મંદિર તરીકે જુએ છે અમે ધામ તરીકે જોઈએ છીએ. કાશી વિશ્વનાથ ધામ કહીએ છીએ. વર્ષ 2021માં વડા પ્રધાન મોદીએ અહીંયા થયેલા વિકાસના કામ અને પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
અત્યાર સુધીમાં કુલ 25 કરોડથી વધારે ભાવિકો આવી ચૂક્યા છે. દોઢ લાખ કરોડની આર્થિક ધોરણે લેતી દેતી થઈ છે. બોટના નાવિકો, રેકડી વાળા, પૂજારીઓ, ડ્રાઈવર્સ અને હોટેલ સંચાલકોથી લઈને રેસ્ટોરા વાળા સુધી અયોધ્યા અને પ્રયાગરાજે એક ઈકોનોમી બુસ્ટ આપ્યું. એ વાત સાચી છે કે, રામમંદિર બની ગયા બાદ અયોધ્યામાં મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. અયોધ્યાના મુલાકાતીઓ વધી ગયા છે. માત્ર એક કુંભમેળામં જ 66 કરોડથી વધારે લોકો પ્રયાગરાજ આવેલા હતા. આટલા મોટા આયોજન થયા એ કોઈ શિક્ષણ અને આરોગ્ય માટે જે બજેટ નક્કી થયું છે એના ભોગે નથી થયા. વિકાસને આગળ રાખીને વિરાસતનું રક્ષણ કરીએ છીએ. આ જ યુપીનું વિકાસ મોડલ છે. આજે રાજ્યમાં 80 મેડિકલ કૉલેજ છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ
યોગી આદિત્યનાથની આ વાત એ સમયે સામે આવી રહી છેજ્યારે ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આવતા વર્ષે ચૂંટણી યોજાવવાની છે. જ્યારે પહેલીવાર યોગીનું નામ મુખ્યમંત્રી તરીકે આવ્યું એ સમયે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાને સરપ્રાઈઝ આપી હતી. આ વખતે ભાજપે ઉત્તર પ્રદેશને પ્રાધાન્ય આપીને ચૂંટણીની તૈયારીઓ નાના પાયે શરૂ કરી છે. આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશની યોજના અને ઉત્તર પ્રદેશના વિકાસના કાર્યોને લઈ ઉમેદવાર પ્રજાના મન સુધી પહોંચશે ને સિદ્ધિઓ ગણાવીને મતદાતાઓને રીઝવશે.
અન્ય એક હકીકત એવી પણ છે કે, અયોધ્યા બાદ મથુરાના વિકાસ માટેના પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે. આવતા વર્ષે ચૂંટણી યોજાઈ એ પહેલા કેટલાક મોટા પ્રોજેક્ટ થકી મથુરાની કાયાકલ્પ કરવામાં આવે તો નવાઈ નહીં. આ કોઈ ચૂંટણીનો પાર્ટ નથી પણ પ્રજાને કામ આવે એ માટેનું માધ્યમ છે. એવું ઉત્તર પ્રદેશના ભાજપના નેતાઓ કહી ચૂક્યા છે.