Wed Sep 02 2026

Logo

મહિલા મોબાઈલ ટાવર ચઢી ગઈ અને ગામ ગાડું થયું, પોલીસ સ્ટેશનમાં પણ કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા

2026-06-14 15:44:27
Author: Mumbai Samachar Team
મહિલા મોબાઈલ ટાવર ચઢી ગઈ અને ગામ ગાડું થયું, પોલીસ સ્ટેશનમાં પણ કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા

રવિવારે એક ગામમાં સવારના સમયે અચાનક અફરાતફરી મચી ગઈ હતી.ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. બન્યું એવું કે, એક મહિલા મોબાઈલ સિગ્નલ માટેના ટાવર પર ચઢી ગઈ હતી.આ ઘટનાની જાણકારી મળતા જ લોકો એકઠા થઈ ગયા હતા. આ કોઈ માનસિક રીતે અસ્થિર મહિલા નથી. આ મહિલા ત્રણ બાળકોની માતા છે. મહિલાનો આરોપ છે કે, એનો પતિ અન્ય એક મહિલા સાથે રહે છે, એનો સાથ આપે છે. આ કારણે તે ઘણા સમયથી માનસિકે પરેશાન થઈ ગઈ હતી. આ માથાકુટને લઈને રવિવારે તે ગામમાં આવેલા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી.

મોબાઈલ ટાવર પર કેમ ચઢી

ગામના લોકોની નજર જ્યારે આ મહિલા પર પડી એ સમયે તે ટાવર પર ઘણી ઉપર ચઢી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પછી મહિલાને સુરક્ષિત રીતે નીચે ઊતારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ અને ગ્રામજનોએ લાંબા સમય સુધી મહિલાને સમજાવવા માટે પ્રયાસ કર્યા હતા. કલાકો સુધી મહિલા ઉપર ઊભી રહી હતી.આખરે ઘણી બધી રીતે સમજાવ્યા બાદ મહિલા નીચે ઊતરવા માટે સહમત થઈ હતી. એ પછી મહિલાને સુરક્ષિત રીતે પોલીસની હાજરીમાં નીચે ઊતારવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ મહિલાને તથા એના પતિને પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. જ્યાં બન્નેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ એક પારિવારિક મામલો છે. એની તપાસ ચાલી રહી છે. તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

પોલીસ સ્ટેશનમાં પણ હાઈવોલ્ટેડ ડ્રામા 

આ સમગ્ર ઘટના બિહારના ગોપાલગંજની છે. કટેયા પોલીસ સ્ટેશનના હદ આવેલા એક મોબાઈલ ટાવર પર મહિલા ચડી ગઈ હતી. હકીકતમાં તે પોતાના પતિના અન્ય મહિલા સાથેના લફરાથી થાકી ગઈ હતી. આખરે દૈનિક ધોરણે થતી માથાકુટ અને ઘરકંકાસથી કંટાળી ગઈ હતી. અંતે આ પગલું ભર્યું હતું. આ મહિલાના લગ્ન 2019માં થયા હતા. આ મહિલાને મનાવવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. સ્વજનોનું કહેવું હતું કે, લગ્ન બાદ જ પતિ-પત્ની વચ્ચે ડખા શરૂ થઈ ગયા હતા. પારિવારિક વિવાદ પાછળ પણ પતિના મહિલા સાથેના સંબંધો જવાબદાર હતા. મહિલાના પિયરપક્ષના લોકોને પણ આરોપ છે કે, પતિના અન્ય કોઈ મહિલા સાથે સંબંધ છે. પત્ની અનેકવાર એમને માફ કરતી રહી હતી પણ પતિના વ્યવહારમાં અને વર્તનમાં કોઈ પ્રકારે સુધારો થતો ન હતો. આખરે એક દિવસ કંટાળી જઈને તેણે આ પગલું ભરી લીધું હતુ.પોલીસે એમનું કાઉન્સેલિંગ કરીને પૂરી રીતે ન્યાય આપવવા માટેની ખાતરી આપી હતી. પોલીસ સ્ટેશનમાં પણ લાંબા સમય સુધી હાઈવોલ્ટેડ ડ્રામા ચાલ્યો હતો. પછી આખરે મહિલાને સમજાવીને ઘરે મોકલી દેવાઈ પતિને પણ વોર્નિગ આપવામાં આવી હતી.