આપણામાંથી અનેક લોકો સાથે એવું બનતું હશે કે આઠ કલાકની પૂરતી ઉંઘ લીધા બાદ પણ સવારે ઉઠ્યા બાદ ફ્રેશનેસનો અનુભવ નથી થતો અને આખો દિવસ સુસ્તી સુસ્તી જ લાગ્યા કરે છે. શું તમારી સાથે પણ આવું થાય છે? વાંચવામા કે દેખાવમાં સામાન્ય લાગતી આ સમસ્યા હકીકતમાં ગંભીર બીમારીના સંકેત આવે છે. આજે આપણે અહીં આ સ્ટોરીમાં જ વાત કરીશું...
ઘણી વખત આઠ કલાકની પૂરતી ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠતી વખતે શરીર ભારે લાગે છે અને દિવસભર થાક અનુભવાય છે. એક્સપર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો આ પાછળ ઊંઘના કલાકો નહીં પણ ઊંઘની ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે.
મુંબઈના એક જાણીતા સ્લીપ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર ઊંઘ દરમિયાન શરીર હળવી ઊંઘ, ગાઢ ઊંઘ અને આરઈએમ સ્લીપ જેવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. જો કોઈ કારણસર વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચે, તો શરીર ડીપ સ્લિપ સુધી પહોંચી શકતું નથી, પરિણામે સવારે થાક લાગે છે.
આ સિવાય સતત થાક લાગવો એ સ્લીપ એપનિયા જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં ઊંઘ દરમિયાન શ્વાસ થોડી સેકન્ડો માટે અટકી જાય છે, જેના કારણે મગજ શરીરને વારંવાર જગાડે છે. આવી સ્થિતિમાં નસકોરાં બોલવા કે ઊંઘમાં ગૂંગળામણ થવી એ આના મુખ્ય લક્ષણો છે.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી કે આઠ કલાકની પૂરતી ઉંઘ લીધા બાદ પણ સૂવાનો અને ઉઠવાનો અનિયમિત સમય શરીરની ઈન્ટર્નલ ક્લોકને બગાડે છે. આ સિવાય રાત્રે મોડેથી ભારે કે મસાલેદાર ખોરાક લેવો, દારૂનું સેવન અને શરીરમાં પાણીની ઓછી માત્રા પણ ઊંઘની ગુણવત્તાને બગાડે છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પણ સતત ચિંતા અને સક્રિય મગજ શરીરને આરામની પરિસ્થિતિ સુધી પહોંચવા દેતું નથી. જેને કારણે આઠ કલાકની ઉંઘ લીધા બાદ પણ સવારે ફ્રેશનેસનો અનુભવ થતો નથી. સૂતાં પહેલાં સ્ક્રીન જોવાની આદત કે વધુ કેફીન લેવાથી પણ ઊંઘ પ્રભાવિત થાય છે.