Wed Jun 17 2026

Logo

વ્હાઇટ હાઉસમાં સિક્યોરિટી બ્રીચ? ચીફ ઓફ સ્ટાફના હાથ પર જોવા મળ્યું સિક્રેટ ડિવાઈસ...

washington dc   2026-03-02 16:49:53
Author: Vimal Prajapati
Article Image

વોશિંગ્ટનઃ યુએસ-ઈઝરાયલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે, તેવામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈની, ટોચના નેતાઓ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓના મોત થયા હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યાં છે, જેના કારણે મધ્યપૂર્વમાં તણાવ વધ્યો છે. દરમિયાન વ્હાઇટ હાઉસે સિચ્યુએશન રૂમની તસવીરો જાહેર કરી, જેમાં ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઇલ્સના હાથમાં એક સિક્રેટ ડિવાઇસ દેખાતાં સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

સોશિયલ મીડિયામાં લોકો આને વ્હાઇટ હાઉસમાં સિક્યોરિટી બ્રીચ માની રહ્યાં છે. આ ફોટામાં વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુસી વાઇલ્સના હાથમાં એક નાનું ઉપકરણ જોવા મળ્યું હતું. રાષ્ટ્રપતિ કાર્યાલયમાં એક મોટી સુરક્ષાનો ભંગ છે? લોકોમાં આ ડિવાઇસને સ્માર્ટવોચ કે જાસૂસી ઉપકરણ ગણાવીને સિક્યોરિટી રિસ્કની ચર્ચા થઈ રહી છે. 

અનેક લોકોએ એવો દાવો કર્યો છે કે આ એક સ્માર્ટવોચ છે, અને જો એમ હોય તો શું તે સંવેદનશીલ બેઠકો દરમિયાન સુરક્ષા જોખમ ઊભું કરી શકે છે. ખાસ કરીને યુએસ-ઇઝરાયલની કાર્યવાહી બાદ ઇરાન સાથેની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને? સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આના સીધી રીતે સુરક્ષા ભંગ તરીકે પણ ગણી રહ્યાં છે. 

WHOOP શું છે?

આ ડિવાઇસ WHOOP નામનો ફિટનેસ ટ્રેકર છે, જે હાર્ટ રેટ, ઊંઘ અને રિકવરી ટ્રેક કરે છે.  તેમાં માઇક, જીપીએસ કે સેલ્યુલર ફંક્શન નથી.  એટલું જ નહીં પરંતુ WHOOPના CEO વિલ અહમદે સ્પષ્ટ કર્યું છે કે, આ કોઈ જાસૂસી ડિવાઇસ નથી, NSAએ મંજૂર કરેલું સુરક્ષિત ઉપકરણ છે." 

સૌથી અગત્યની વાત એ છે કે, જ્યારે અમેરિકા-ઇઝરાયલ હુમલો કરી રહ્યું હોય, ઇરાન દ્વારા સતત વળતા હુમલાની ચેતવણી આપવામાં આવતી હોય અને તેલ બજારમાં ઉછાળો આવતો હોય ત્યારે વ્હાઇટ હાઉસની કોઈ પણ છબિની વધુ બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. આ ફોટો વાયરલ થયો, જેના કારણે સંપૂર્ણ વિગતો વિના વ્યાપક અટકળો શરૂ થઈ ગઈ હતી. પરંતુ તેમાં કંઈ શંકા જેવું નથી તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.