ભારત પોતાની અદભુત સાંસ્કૃતિક વિવિધતા અને સમૃદ્ધ ઈતિહાસ માટે આખી દુનિયામાં જાણીતું છે, પણ જ્યારે વાત ભાષાની આવે ત્યારે આપણી પાસે એક એવો અમૂલ્ય ખજાનો છે જે વૈશ્વિક સ્તરે ડંકો વગાડે છે. એક અહેવાલ અનુસાર, દુનિયાભરના ભાષાશાસ્ત્રીઓ અને વિદ્વાનો જે ભાષાને "ક્વીન ઓફ લેંગ્વેજ" (Queen of All Languages) એટલે કે 'બધી ભાષાઓની રાણી' તરીકે ઓળખાવે છે એ ભાષા છે આપણી ગૌરવશાળી સંસ્કૃત..
જી હા, આપણા ભારતની સૌથી પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષા 'સંસ્કૃત'ને 'તમામ ભાષાઓની જનની' (Mother of All Languages) તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં હજારો ભાષાઓ બોલાય છે, પરંતુ ભારતની સંસ્કૃચ ભાષાની વાત જ કંઈક અલગ છે.
મહાન વિચારક આચાર્ય વિનોબા ભાવેએ સંસ્કૃત લિપિને 'વિશ્વની લિપિઓની રાણી' (Queen of World Scripts) કહીને નવાજી હતી. આજે દુનિયાના નકશા પર સંસ્કૃત ભાષા માત્ર સાહિત્ય પૂરતી મર્યાદિત નથી રહી, પણ ગ્લોબલ રિસર્ચર્સ માટે એક મોટો વિષય બની ચૂકી છે. આપણામાંથી અનેક લોકો વિચારે કે છે સંસ્કૃત એ માત્ર મંત્રો અને ધાર્મિક ગ્રંથો કે પુસ્તકો પૂરતી જ મર્યાદિત છે, પરંતુ વાસ્તવિક્તા આના કરતાં ખૂબ જ અલગ છે.
વાત કરીએ કે સંસ્કૃત ભાષાને કેમ દુનિયાભરની તમામ ભાષાઓની રાણીનો દરજ્જો આપવામાં આવ્યો એની તો આ ભાષાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 100એ 100 ટકા ફોનેટિક (Phonetic) છે. એટલે કે, આ ભાષામાં જેવું લખવામાં આવે છે તેવું જ બેઠું બોલવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી કે અન્ય ભાષાઓની જેમ સંસ્કૃત ભાષામાં કોઈ શબ્દ 'સાઇલન્ટ' હોતો નથી. વળી, આ ભાષાનો દરેક શબ્દ 'સ્વર' સાથે પૂરો થાય છે, જેના લીધે તે સાંભળવામાં અત્યંત મધુર લાગે છે.
આજે અમેરિકા, યુરોપ અને જર્મનીની ઘણી મોટી યુનિવર્સિટીઓમાં કન્નડ અને દ્રવિડિયન સાહિત્ય પર મોટા પાયે સંશોધન (Research) થઈ રહ્યું છે. વિદેશી વૈજ્ઞાનિકોનું માનવું છે કે કન્નડનું વ્યાકરણ અને લિપિનું માળખું એટલું કમ્પ્યુટર-ફ્રેન્ડલી અને લોજિકલ છે કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને કમ્પ્યુટર કોડિંગ પ્રોગ્રામિંગમાં પણ તેનો સચોટ ઉપયોગ થઈ શકે તેમ છે. વિદેશી વિદ્વાનો ભારતની આ ધરોહરનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે અનેક વિદેશી યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે.
આ ઉપરાંત હિંદી, મરાઠી, બંગાળી, નેપાળી, કન્નડ અને અન્ય બીજી ભારતીય ભાષાઓમાં બોલાતા, લખાતા હજારો શબ્દ મૂળ સંસ્કૃતના છે. તમને જાણીને નવાઈ લાગશે પણ એક સત્ય એ પણ છે કે આપણે આપણી રોજબરોજની બોલીમાં અજાણતામાં જ કેટલાય સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરીએ, આમ સંસ્કૃત એ એક જૂની ભાષા જ નહીં પણ ભારતીય ભાષાઓનો પાયો ગણાય છે...