Wed Sep 09 2026

Logo

બંગાળમાં 'ગુજરાતવાળી': હાવડાના કુખ્યાત ગુનેગારની રસ્તા પર કરાવી પરેડ, જુઓ વિડિયો

2026-05-25 17:48:46
Author: Chandrakant Kanoja
બંગાળમાં 'ગુજરાતવાળી': હાવડાના કુખ્યાત ગુનેગારની રસ્તા પર કરાવી પરેડ, જુઓ વિડિયો

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર અને ભાજપ સત્તામાં આવતા અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે પોલીસે કુખ્યાત ગુનેગાર આકાશ સિંહને  બર્મુડા શોર્ટ્સ સાથે રોડ પર પરેડ કરાવી હતી. પોલીસે કુખ્યાત ગુનેગાર આકાશ સિંહને માલીપંચઘરા અને ગોલાબારી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાના સ્થળોની તપાસ માટે સાથે લઇ ગઇ હતી. 

ભૂતકાળના ગુનાઓની તપાસ માટે પરેડ કરાવી 

આ અંગે મળતી માહિતી મુજબ હાવડા પોલીસે  શહેરના કુખ્યાત ગુનેગાર આકાશ સિંહને કસ્ટડીમાં લીધો હતો.  તેમજ તેના ભૂતકાળના ગુનાઓની તપાસ માટે માલીપંચઘરા અને ગોલાબારી પોલીસ સ્ટેશનના વિવિધ ગુના સ્થળોની મુલાકાત લીધી હતી. જેનો મુખ્ય હેતુ ગુનાઓનું આયોજન કેવી રીતે કર્યું અને કોની મદદ લીધી તે તપાસ કરવાનો છે. જેમાં  તપાસ અધિકારીઓએ ગુનેગારને કડક સુરક્ષા હેઠળ વિસ્તારમાં લાવ્યા જેથી ઘટનાઓને લગતી બધી વિગતો ચકાસવામાં મદદ મળી શકે. 

રસ્તા પર પરેડ કરાવવામાં આવી 

કુખ્યાત ગુનેગાર આકાશ સિંહને કાળા બર્મુડા શોર્ટ્સ પહેરીને હાથકડી પહેરીને રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી. જોકે, તેણે કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. મને ખબર નથી કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે. 

રાજ્યમાં ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ 

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન  બાદ ભાજપ સરકારે રાજ્યમાં ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. તેમજ ગુનેગારો વિરુદ્ઘ ઝડપી અને અવિરત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગેરકાયદે દબાણ   સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે  અને બુલડોઝર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.