કોલકાતા: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન જાહેર કર્યું હતું. કારણ કે તેમની પાર્ટીના ઉમેદવારે ચૂંટણી મેદાનમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. જોકે, મહત્વના ઘટના ક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની હત્યાના એક જૂના કેસ ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 6 ઓક્ટોબરે નંદીગ્રામમાં પેટાચૂંટણી યોજાવાની છે.
એક જ દિવસે બે મહત્વપૂર્ણ ઘટનાઓ
પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ ચૂંટણી અંગે એક જ દિવસે બે મહત્વપૂર્ણ ઘટનાઓ બની. જેમાં એક તરફ કોંગ્રેસને મમતાના જૂથનું સમર્થન મળ્યું તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે.
મમતા બેનર્જીના જૂથે શરૂઆતમાં નંદીગ્રામથી સંચિતા પ્રધાન ડેને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ, મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો.
વિપક્ષી ગઠબંધનને મજબૂત કરવા માટે નિર્ણય
મમતાએ જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધનને મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય અગાઉથી જ કરી લીધો હતો અને બંગાળમાંથી વિપક્ષની એકતાનો સંદેશ જવો જોઈએ.
સંચિતા પ્રધાન ડેએ સીએમ સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી
સંચિતા પ્રધાન ડેએ ચૂંટણીના મેદાનમાંથી ખસી જતાં નંદીગ્રામમાં મમતા બેનર્જી જૂથ પાસે કોઈ ઉમેદવાર રહ્યો નહીં. આનાથી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનો માર્ગ મોકળો થયો. ઉપલબ્ધ માહિતી અનુસાર, સંચિતાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા પહેલા સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી.