નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 10 કલાકમાં આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં અત્યારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન હવે અન્ય 17 રાજ્યોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે આ રાજ્યો માટે આગામી 10 કલાક ખૂબ જ ભારે રહેવાના છે. ભારે વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા ખેડૂતો અને માછીમારોને પણ અલર્ટ રહેવા માટે અપીલ કરી છે. આજે 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિસા, છત્તીસગઢ, ગુજરાત, આસામ, તેલંગાણ અને કેરળમાં અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો, અલીગઢ, આગરા, મેરઠ, મથુરા અને મિર્ઝાપુર સહિત 10 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહારમાં અરરિયા, આરા, ગયા, ગોપાલગંડ, સમસ્તીપુર, સિવાન, સુપૌસ, સારણ અને સહરસા સહિત 17 જિલ્લામાં મૂસળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ભરતપુર, ભીલવાડા, બાડમેર, બુંદી, ઉદયપુર અને જયપુર સહિત 15 જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે પવન અને વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે.
District wise Nowcast Warning valid for next two-three hours:
— India Meteorological Department (@Indiametdept) September 13, 2026
Issue Time: 14-09-2026 01:01 Hrs IST
Validity Time: 14-09-2026 04:01 Hrs IST
Orange warnings: Thunderstorms & Lightning with gusty winds ( 40-60 kmph) and moderate rain (5-15 mm/h) very likely over following… pic.twitter.com/vUnjOYsSCl
અન્ય રાજ્યોમાં મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો, સિવની, દમોહ, દેવાસ, આગર-માલવા અને વિદિશા સહિત 13 જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો છે. હિમાચલ પ્રદેશમાં પણ હવામાન વિભાગે 07 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. પર્વતિય રાજ્ય ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો, ઋષિકેશ, હરિદ્વાર, બાગેશ્વર, નૈનીતાલ, ઉત્તર કાશી, ચંપાવત, ડિહરી ગઢવાલ, પૌડી ગઢવાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.