ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના પુત્ર અકાય કોહલીનો ચહેરો જોવા માટે ચાહકો હંમેશા આતુર હોય છે. વિરાટ અને અનુષ્કા પોતાની પ્રાઈવસીને લઈને ખૂબ જ સાવધ રહે છે, પરંતુ તાજેતરમાં લંડનથી એક વીડિયો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોમાં 'અકાય' ઘણો મોટો થયેલો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનના રસ્તાઓ પર કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે નાનકડો અકાય પણ છે. અકાય હવે ઘણો મોટો થઈ ગયો છે અને તેના ક્યુટ અંદાજે નેટિઝન્સના દિલ જીતી લીધા છે. વીડિયોમાં અકાય પોતાના પિતા વિરાટનો હાથ પકડીને ચાલવાનો પ્રયત્ન કરતો અને આસપાસની વસ્તુઓ જોઈને ઉત્સાહિત થતો જોવા મળે છે.
વિરાટ અને અનુષ્કાએ ફેબ્રુઆરી 2024માં અકાયના જન્મના સમાચાર આપ્યા હતા અને ત્યારથી જ ફેન્સ અકાયની એક ઝલક જોવા માટે આતુર હતા. પરંતુ કપલે અત્યાર સુધી પુત્ર અકાયનો ફેસ રીવિલ કર્યો નહોતો. જોકે, લંડનમાં લેવાયેલા આ સ્પાય વીડિયોમાં અકાયની સ્પષ્ટ ઝલક જોવા મળતા ચાહકો કમેન્ટ કરી રહ્યા છે કે અકાય એકદમ પપ્પા વિરાટ કોહલીની કાર્બન કોપી જેવો લાગી રહ્યો છે.
Virat Kohli with Akaay at London Streets pic.twitter.com/plGfX6PHWt
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 3, 2026
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી છેલ્લાં કેટલાય સમયથી પોતાનો ખાલી રહેલો સમય લંડનમાં વિતાવવાનું પસંદ કરે છે. અનુષ્કા શર્મા પણ ત્યાં જ છે. આ ક્યુટ કપલ અવારનવાર દીકરી વામિકા અને દીકરા અકાય સાથે સામાન્ય નાગરિકોની જેમ લંડનના રસ્તા પર હરતા-ફરતા જોવા મળે છે. વાત કરીએ આ વીડિયોની તો વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં પણ વિરુષ્કાની સાદગી અને ફેમિલી બોન્ડિંગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાંની સાથે જ 'Mini Virat' અને 'Akaay Kohli' જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા છે. અનેક ફેન્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખી રહ્યા છે કે, અકાય તો અત્યારથી જ પપ્પાની જેમ સ્ટાઈલિશ લાગે છે, તો વળી કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આખરે જુનિયર કોહલીની ઝલક જોવા મળી! તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...