Wed Jul 29 2026

Logo

વિરાટ કોહલી-અનુષ્કા શર્માની નવી આલીશાન પ્રોપર્ટી! અધધધ કિંમતનો ફ્લેટ લેવાનું આખરે કેમ કેન્સલ કર્યું?

2026-07-29 21:37:59
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું ટ્યુનિંગ કેવું છે એ દરેક કપલ્સ જાણવા માટે આતુર હોય છે. વર્ષ 2017માં વિરાટે અનુષ્કા સાથે લગ્ન કર્યા અને પછી વમિકાનો જન્મ થયો. એ પછી અનુષ્કાએ એક પુત્રને પણ જન્મ આપ્યો. સેલિબ્રિટી કપલે પોતાના પોર્ટફોલિયોમાં લંડનમાં ઘર બાદ વધુ એક ઘરને પોતાનું આશિયાના બનાવી દીધું છે.

મુંબઈના વર્સોવા વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ લઈ લીધો છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ડૉક્યુમેન્ટના એક રિપોર્ટ અનુસાર અંધેરી વેસ્ટમાં એક પ્રીમિયમ કહેવાતા એપાર્ટમેન્ટમાં ફ્લેટનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. તે આ લક્ઝરી એપાર્ટમેન્ટ પ્રોજેક્ટના ઉપરના માળ પર સ્થિત છે. તેમાં ત્રણ પાર્કિંગ જગ્યાઓ તેમજ 316 ચોરસ ફૂટનો એક અલગ, વિશિષ્ટ વિસ્તાર સામેલ છે.

સી ફેસિંગ વ્યૂ

આ ફ્લેટ સી ફેસિંગ હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના પોશ વિસ્તાર ગણાતા વર્લીમાં આ ફ્લેટ બુક થતા વિરાટ અનુષ્કા ફરીવાર ચર્ચામાં છે. આ ફ્લેટની કિંમત આશરે 34 કરોડ હોવાનું માનવામાં આવે છે. 35માં ફ્લોર પર આ ફ્લેટ આવેલો છે. 7171 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર બેડરૂમનું ઘર આલીશાન છે.

જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટે પાછળથી બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો, જેના કારણે આ પ્રીમિયમ પ્રોપર્ટી સૌથી ચર્ચિત રિયલ એસ્ટેટ ડીલમાંની એક બની ગઈ જે આખરે સાકાર થઈ ન હતી. વર્સોવામાં આવેલું આ નવું ઘર મુંબઈ, ગુરુગ્રામ અને અલીબાગમાં તેમની હાલની લક્ઝરી પ્રોપર્ટીમાં સામેલ કરાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ દંપતીએ સતત પ્રીમિયમ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે અને દેશના મુખ્ય સેલિબ્રિટી રોકાણકારોમાં સ્થાન મેળવ્યું છે. 

દિલ્હીમાં પણ બંગલો

દિલ્હીમાં જન્મેલા અને ઉછરેલા વિરાટ કોહલી ગુરુગ્રામના DLF ફેઝ-1 માં આશરે 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો એક ભવ્ય બંગલો પણ ધરાવે છે. તેની કિંમત આશરે ₹80 કરોડ હોવાનું કહેવાય છે. આ ઘરમાં એક ખાનગી સ્વિમિંગ પૂલ, એક આધુનિક જીમ અને અન્ય વિવિધ લક્ઝરી સુવિધાઓ છે.

આ સિવાય લંડનમાં પણ પ્રીમિયમ ગણતા વિસ્તારમાં એમનું ઘર હોવાનું જાણવા મળ્યું છે. એમાં પણ એકથી એક બહેતરીન સુવિધા હોવાનું જાણવા મળે છે. જાન્યુઆરી 2026 માં વિરાટ-અનુષ્કાએ અલીબાગના આવાસ બીચ નજીક જીરાડ ગામમાં 5 એકરથી વધુ જમીન ખરીદી હતી. આ જમીનની કિંમત આશરે ₹37.86 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. 

અલીબાગમાં પણ અલીશાન ઘર

CRE મેટ્રિક્સ અનુસાર, આ સોદામાં બે બાજુના પ્લોટનો સમાવેશ થતો હતો. જેનો કુલ વિસ્તાર લગભગ 21,010 ચોરસ મીટર હતો. જમીન માટે નોંધણી 13 જાન્યુઆરી, 2026 ના રોજ થઈ હતી. વર્ષ 2022 માં આ દંપતીએ અલીબાગમાં આશરે ₹19 કરોડમાં 8 એકર જમીન પણ ખરીદી હતી.

ત્યારબાદ તેઓએ ત્યાં એક વૈભવી વિલા બનાવ્યો, જેમાં સ્વિમિંગ પૂલ, કસ્ટમ-ડિઝાઇન કરેલ રસોડું, ચાર બાથરૂમ, જેકુઝી બાથ, એક વિશાળ બગીચો, ઢંકાયેલ પાર્કિંગ અને સ્ટાફ ક્વાર્ટર જેવી અનેક ઉચ્ચ કક્ષાની સુવિધાઓ હતી. આ નવી મિલકત એવા સમયે હસ્તગત કરવામાં આવી હતી જ્યારે વિરાટ અને અનુષ્કા તેમના અંગત જીવન અંગે લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું હતું. જ્યારે રિલેશનશીપમાં હતા આ સમયે પણ તેઓ અહીંયા આવી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું.