Sat Oct 03 2026

Logo

વિજય માલ્યાની મુશ્કેલી વધી, ઇડીએ કહ્યું ફોજદારી કાર્યવાહી ચાલુ રહેશે

2026-09-11 19:11:02
Author: Chandrakant Kanoja
વિજય માલ્યાની મુશ્કેલી વધી, ઇડીએ કહ્યું ફોજદારી કાર્યવાહી ચાલુ રહેશે

મુંબઈ: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઇડીએ વિજય માલ્યા પાસેથી સંપૂર્ણ રકમ વસૂલી લીધી છે. જોકે, તેમ છતાં ઇડીએ કહ્યું છે તેમની વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી ચાલુ રહેશે. આ અંગે ઇડીએ બોમ્બે હાઇકોર્ટમાં જણાવ્યું હતું. 

બોમ્બે હાઈકોર્ટે માલ્યાને અંતિમ તક આપી હતી

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અગાઉ જણાવ્યા મુજબ વિરુદ્ધ   મની લોન્ડરિંગનો કેસ વર્ષોથી પડતર છે. તેમજ તાજેતરની સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે માલ્યાને સ્પષ્ટતા કરવાની અંતિમ તક આપી હતી કે શું તેઓ ભારત પાછા ફરશે અને કોર્ટના અધિકારક્ષેત્ર સમક્ષ હાજર થશે. આ ઘટનાક્રમના જવાબમાં  ઇડીએ પણ પોતાનું વલણ રજૂ કર્યું હતું.

ઈડીએ કહ્યું હાલની કાર્યવાહી પ્રાસંગિક બની

આ સુનાવણી દરમિયાન ઈડીએ વિજય માલ્યાના ભારતની બહાર રહેવા અને કોર્ટમાં હાજર ન થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈડીએ કહ્યું, 'તેમની સતત ગેરહાજરી અને તેમનું વર્તન હાલની કાર્યવાહી પ્રાસંગિક બની છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને ઈડીએ હાઈકોર્ટને આ અંગે વિચાર્યા બાદ જ કોઈ નિર્ણય લેવા જણાવ્યું છે.

આ બિઝનેસ વિવાદ નહિ એક ગુનાહિત મામલો

ઈડીએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલો બિઝનેસ વિવાદ નથી. આ એક ગુનાહિત મામલો છે. તેથી માલ્યા પાસેથી પૈસા વસૂલ્યા પછી પણ ઇડી ઇચ્છતી નથી કે આ કેસ બંધ થાય. ઈડીએ કહ્યું, કે PMLAની કલમ 8(8) હેઠળ પ્રોપર્ટીની પુનઃસ્થાપના એ મિલકતમાં કાયદેસર હિત ધરાવતા વ્યક્તિને મિલકત પરત કરવાની કાનૂની પ્રક્રિયા છે.