Sat Sep 05 2026

Logo

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક યોજી

2026-09-03 18:42:18
Author: Chandrakant Kanoja
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક યોજી

મુંબઈ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  મુંબઈ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027 ને અનુલક્ષીને ઉદ્યોગ જગતના વિવિધ   ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી.મુખ્યમંત્રી સૌને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની તકો માટે ફળદાયી ચર્ચા થઇ: આનંદ મહિન્દ્રા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિન્દ્રા ગ્રુપના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સાથે ચર્ચા થઇ હતી. જેમાં  ગુજરાતમાં EV (ઇલેક્ટ્રિક વાહનો) અને GIFT સિટી ક્ષેત્રે તકોની શોધ કરવા અંગે મહિન્દ્રા ગ્રુપ સાથે ફળદાયી ચર્ચાઓ કરવામાં આવી. રોકાણ, સહયોગ અને વિકાસ માટેના નવા માર્ગો તપાસવામાં આવ્યા, જેનાથી અગ્રણી રોકાણ સ્થળ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બન્યું છે.

ગુજરાતની શિપિંગ પોલિસી ખૂબ જ સરાહનીય: નિખિલ મર્ચન્ટ

સ્વાન કોર્પોરેશનના એમડી  નિખિલ મર્ચન્ટે ગુજરાતમાં પોતાની કામગીરીના વિસ્તરણ અને આધુનિકીકરણની યોજનાઓ અંગે 'સ્વાન એનર્જી' (Swan Energy) સાથે ફળદાયી ચર્ચાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. 

મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમથી  વિસ્તરણ કરાશે: દીપાલી ગોએન્કા

વેલ્સપન ઇન્ડિયા લિ. ના સીઈઓ દીપાલી ગોએન્કા એ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે,  વૈશ્વિક કાપડ ક્ષેત્રે ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવા અંગે વેલ્સપન ગ્રુપ સાથે ફળદાયી ચર્ચાઓ થઈ હતી. રાજ્યના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ તરફી નીતિઓનો લાભ લઈને વિકાસ, નિકાસ અને રોજગારીને વેગ આપવા માટે ગુજરાતમાં નવા રોકાણ અને વિસ્તરણની તકો વિશે વિચારણા કરવામાં આવી હતી. 

ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ચર્ચા : સતિષ પાઇ

હિન્ડાલ્કો કંપનીના એમડી  સતિષ પાઈએ જણાવ્યું કે, ગુજરાતના ઔદ્યોગિક અને ઉત્પાદન ઇકોસિસ્ટમમાં વિપુલ તકો છે, જેમાં કોપર રિસાયક્લિંગ, ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્કુલર ઇકોનોમી પહેલનો સમાવેશ થાય છે, તેની ચર્ચા કરવા માટે હિન્ડાલ્કોના નેતૃત્વ સાથે રચનાત્મક બેઠક યોજાઈ હતી. ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાની પણ ચર્ચા થઈ હતી.

ગુજરાતમાં  વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવશે:  અમિત હરલાલકા

AMNSના સીઈઓ  અમિત હરલાલકા એ જણાવ્યું કે, કંપની જૂન સુધીમાં રૂ. 80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે, તેમજ હજીરા ખાતે મુખ્યત્વે પુનઃપ્રાપ્ય ઊર્જા અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે વધારાના રૂ. 10,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ ગુજરાતમાં 25 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાના પોતાના વિઝન વિશે પણ માહિતી આપી હતી.