મુંબઈ: પશ્ચિમ રેલવેમાં આજે વસઈ અને નાલાસોપારા સ્ટેશન વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી હતી. વસઈ અને નાલાસોપારા સ્ટેશન વચ્ચે પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી, ત્યારે એક યુવક અચાનક રેલવે ટ્રેક પર આવીને ઊભો રહી ગયો હતો અને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ જ વખતે મોટરમેને લોકલ ટ્રેનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીને રોકી હતી, પરંતુ જો રોકવામાં નિષ્ફળ રહ્યો હોત તો એ યુવકે જીવ ગુમાવ્યો હોત. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા યુવકના દુસાહસને વખોડી નાખ્યું હતું અને આ પ્રકારને હરકત નહીં કરવા અનુરોધ કર્યો હતો.
વાયરલ વીડિયોમાં રેલવે ટ્રેક પર વ્યક્તિને જોઈ મોટરમેને સમયસૂચકતા દાખવી તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી દીધી. ટ્રેન સમયસર થંભી જતાં જાનહાનિ ટળી ગઈ હતી. જોકે, લોકલ ટ્રેન અટકતાની સાથે જ એક યુવક તરત ટ્રેક પર ધસી જઈને એ માનસિક અસ્થિર યુવકને ખેંચીને સુરક્ષિત સ્થળે લઈ આવ્યો. ત્યાર બાદ રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી તેને કસ્ટડીમાં લીધો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં ટ્રેક પર ઊભેલા યુવકને જોઈ અચાનક અટકતી ટ્રેન અને ત્યાર બાદ પ્રવાસી દ્વારા તેને બચાવવામાં આવ્યો હોવાનો આખો ઘટનાક્રમ સ્પષ્ટ જોવા મળે છે. આ બનાવને કારણે ઉપનગરી લોકલ સેવામાં થોડા સમય માટે વિક્ષેપ પણ સર્જાયો હતો.અને ટ્રેનો મોડી દોડી હતી.
A major tragedy was averted between Nalasopara & Vasai after a person allegedly stepped onto the tracks in front of an approaching Mumbai local train. The motorman's quick action stopped the train in time.The person has been detained by RPF. #Nalasopara #Vasai #MumbaiLocal #wr pic.twitter.com/sgA3r64nrJ
— Chetna Raja (@ChetnaRaja) August 5, 2026
રેલવે પ્રશાસને આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી નાગરિકોને રેલવે ટ્રેક પર કોઈપણ સંજોગોમાં પ્રવેશ ન કરવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આવી એક બેદરકારી માત્ર પોતાનો જ નહીં, પરંતુ હજારો મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે અને સમગ્ર રેલવની વ્યવસ્થાને અસર પહોંચાડી શકે છે. રેલવેના અધિકારીઓએ મુસાફરોને સલામતીના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી હતી.