Fri Apr 17 2026

Logo

વૈભવ સૂર્યવંશી આ વર્ષે 10મુ ધોરણ પાસ નહીં કરી શકે! ક્રિકેટ માટે પરીક્ષા છોડી

2026-02-16 12:33:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતનો 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ડોમેસ્ટિક અને U-19 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ સતત વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલને કારણે તેના અભ્યાસને અસર પહોંચી છે. અહેવાલ મુજબ વૈભવ આ વર્ષ CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નહીં બેસે, તેણે પરીક્ષા છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

વૈભવ બિહારના તાજપુરનો રહેવાસી છે, તે શહેરની મોડેસ્ટી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેણે CBSE ધોરણ 10 પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું, CBSE તરફથી વૈભવનું એડ્મિટ કાર્ડ પણ શાળા સુધી પહોંચાડ્યું છે, તેનું પરીક્ષા કેન્દ્ર પણ નક્કી થઈ ગયું હતું, પરંતુ વૈભવને ક્રિકેટ ટ્રેનીંગ કેમ્પસ અને ટુર્નામેન્ટનો ભાગ લેવાનો છે, માટે તે પરીક્ષામાં હાજર રહી શકે એમ નથી. 

પિતાએ શિક્ષકો સાથે ચર્ચા કરી:
CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 17 ફેબ્રુઆરીના રોજથી શરુ થઇ રહી છે, વૈભવનું પરીક્ષા કેન્દ્ર તાજપુર આ શહેરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશી શાળામાં તેના શિક્ષકો મળવા ગયા હતાં, ચર્ચા નિર્ણય લેવામાં આવ્યો કે વૈભવ આ વર્ષે પરીક્ષા નહીં આપે. 

નોંધનીય છે કે વૈભવ એક પછી એક ટુર્નામેન્ટ માટે સતત મુસાફરી કરી રહ્યો છે, જેના કારણે તે શાળામાં હાજરી આપી શક્યો નથી. શાળામાં હાજર ન રહેવાથી તેના અભ્યાસ પર અસર પડી છે, તે પરીક્ષા માટે પુરતી તૈયારી નથી કરી શક્યો.

વૈભવ માટે વૈકલ્પિક વ્યવસ્થા:
બિહાર ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રાકેશ તિવારીએ જણાવ્યું કે વૈભવ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, "સૂર્યવંશી હાલ દેશના સૌથી પ્રિય ક્રિકેટરોમાંનો એક છે, તે જ્યાં પણ જાય છે, ત્યાં લોકો એને ઘેરી લે છે. અમે તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થાઓ પર વિચાર કરી રહ્યા છીએ જેથી તે પછીથી તેની પરીક્ષા આપી શકે."

હવે વૈભવ આવતા મહીને શરુ થતી IPLની નવી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે.