વૈભવે શિવમ દુબેને પણ ન છોડ્યો, પોતાનું બાવડું બતાવી દીધું
નવી દિલ્હીઃ 15 વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ખુદ હજી બાળક જેવો જ છે અને મેદાન પર તેની બાળરમત સાથી ખેલાડીઓને તેમ જ પ્રેક્ષકોને જોવા મળતી હોય છે, પરંતુ મંગળવારે દિલ્હીમાં એવું બન્યું જેમાં ખુદ વૈભવ એક બાળક (Child) સાથે મજાકમસ્તી કરતો જોવા મળ્યો હતો જેનો વીડિયો તેમ જ ફોટો વાઇરલ થયા છે.
નવેમ્બર, 2024માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની હરાજીમાં 13 વર્ષની ઉંમરે રાજસ્થાન રૉયલ્સ ફ્રૅન્ચાઇઝીના સ્ક્વૉડમાં સ્થાન મેળવનાર વૈભવ સૂર્યવંશીએ 2025ની આઇપીએલમાં 35 બૉલમાં સેન્ચુરી ફટકારીને ફાસ્ટેસ્ટ ભારતીય સદીકર્તાનો યુસુફ પઠાણનો 37 બૉલનો વિક્રમ તોડ્યો હતો અને 2026માં તો વૈભવે કમાલ જ કરી નાખી હતી. છગ્ગા-ચોગ્ગાનો વરસાદ વરસાવીને તેણે 2026ની સીઝનમાં કુલ 776 રન બનાવ્યા હતા જે વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, રિષભ પંત સહિતના દિગ્ગજો વચ્ચે સૌથી વધુ હતા અને તેણે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીતી લીધો હતો. રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુએ 2026ની સીઝનની ટ્રોફી પણ જીતી લીધી હતી.
A kid is playing with another kid 😭 pic.twitter.com/JAFYvPEogf
— Mukku (@Cric_Mukku) September 15, 2026
મૂળ વાત પર આવીએ તો મંગળવારે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની બીજી ટી-20ની શરૂઆત પહેલાં રાષ્ટ્ર ગીત વખતે વૈભવ (Vaibhav) સાથી ખેલાડીઓની સાથે કતારમાં ઊભો હતો અને દરેક ખેલાડી સાથે એક બાળક (boy)ને ઊભો રાખવામાં આવ્યો હતો. બધા કતારમાં ગોઠવાઈ રહ્યા હતા ત્યારે વૈભવે પોતાની સાથે ઊભેલા બાળક સાથે મજાકમસ્તી કરવાનો મોકો ઝડપી લીધો હતો. વૈભવે વહાલથી વારંવાર તેના ગાલ ખેંચ્યા હતા. બાજુમાં ઊભેલા શિવમ દુબેએ વૈભવને ઈશારામાં શિસ્તથી ઊભા રહેવાની સલાહ આપી હતી.
Vaibhav Suryavanshi teasing Shivam Dube while comparing their arms 😂🔥
— Mukku (@Cric_Mukku) September 15, 2026
Suryavanshi be like, “Kya fayada itna GYM karne Ka, barabar hi to hai!” 🤣 pic.twitter.com/t9QHfdrMYV
બે વર્ષથી આઇપીએલમાં અને હવે આંતરરાષ્ટ્રીય મૅચો દરમ્યાન તેમ જ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને વૈભવની `બાળલીલા'ની ઝલક જોવા મળતી હશે, પણ મંગળવારની ઘટનામાં ખુદ વૈભવે બાળક સાથે હળવી મસ્તી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બીજા એક વીડિયોમાં વૈભવ બાજુમાં ઊભેલા શિવમ દુબેને પોતાનું બાવડું બતાવીને તુલના કરી રહેલો જોવા મળ્યો હતો અને કૅપ્શનમાં લખ્યું હતું, `ક્યા ફાયદા ઇતના જિમ કરને કા, બરાબર હી તો હૈ.'