આ બિહારી છોકરો 15 વર્ષની ઉંમરમાં કેવી રીતે બની ગયો સિક્સર-કિંગ?
ઇન્દોરઃ 15 વર્ષની ઉંમરે મોટા ભાગના ટીનેજરો પોતે જીવનમાં શું કરવું છે, શેમાં કારકિર્દી બનાવવી છે અને સપનાંઓને ભવિષ્યમાં કેવી રીતે સાકાર કરાશે એ વિશે બરાબર સમજી નથી શકતા ત્યારે બિહારના એટલી વયના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ આ વખતની આઇપીએલમાં એવી સિદ્ધિઓ મેળવી છે જેનાથી ઇન્દોરનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (આઇઆઇએમ)ના નિષ્ણાતો એટલા બધા પ્રભાવિત થયા છે કે વૈભવના અભિગમને તેઓ સમજવાની કોશિશ કરી રહ્યા છે અને એના પર કેસ સ્ટડી તૈયાર કરી રહ્યા છે.
તેઓ એ ચકાસશે કે આટલી નાની ઉંમરે તો શું, કરીઅરની ટોચના સમયગાળામાં પણ કોઈ ક્રિકેટર આટલી બધી ટૅલન્ટ અને ક્ષમતા નથી બતાવી શક્યો તો વૈભવમાં આ ખાસિયત છે કેવી રીતે? તે આટલી નાની ઉંમરે આવી અસાધારણ સિદ્ધિઓ કેવી રીતે મેળવી શક્યો? વૈભવના માઈન્ડસેટ-મૅનેજમેન્ટનું સ્કેન કરાશે અને રે આટલી નાની ઉંમરે કેવી રીતે સિક્સર-કિંગ બન્યો એ શોધવામાં આવશે.
After watching Vaibhav Suryavanshi batting,
— Mohit Chauhan (@mohitlaws) May 30, 2026
Virat Kohli & Rohit Sharma should retire from ODIs before the 2027 WC and make way for the next generation. pic.twitter.com/HfcXfu2cGn
વૈભવે આઇપીએલ-2026માં કુલ 776 રન બનાવ્યા જે તમામ બૅટ્સમેનોમાં હાઇએસ્ટ છે. તેણે ઑરેન્જ કૅપ તેમ જ બીજા ઘણા પુરસ્કારો જીતી લીધા. 15 વર્ષના ટાબરિયાએ સૌથી વધુ રન બનાવવામાં શુભમન ગિલ (732 રન), સાઇ સુદર્શન (722), વિરાટ કોહલી (675), હિન્રિક ક્લાસેન (624), ઇશાન કિશન (602), કેએલ રાહુલ (593), અભિષેક શર્મા (563), મિચલ માર્શ (563) અને જૉસ બટલર (526) જેવા દિગ્ગ્જોને ઝાંખા પાડી દીધા છે.

ટીનેજ બૅટિંગ-સેન્સેશન વૈભવે એક આઇપીએલમાં સૌથી વધુ 59 છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેઇલનો વિક્રમ તોડ્યો છે તેમ જ બીજા કેટલાક રેકૉર્ડ પણ નોંધાવ્યા છે. વૈભવે આ ટૂર્નામેન્ટમાં 72 સિક્સર અને 63 ફોર ફટકારી હતી. તે 30 બૉલમાં સેન્ચુરી પૂરી કરવાનો ગેઇલનો રેકૉર્ડ જરાક માટે ચૂકી ગયો હતો. વૈભવનો આ આઇપીએલમાં 237.30નો સ્ટ્રાઇક-રેટ તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ હતો.