Sun Jul 05 2026

Logo

વૈભવ યુગ શરૂઃ આજે ઇંગ્લૅન્ડ સામે રમીને ડેબ્યૂ કરશે સૂર્યવંશી

Manchester   2026-07-04 18:47:35
Author: Ajay Motiwala
Article Image

મૅન્ચેસ્ટર: બે વર્ષથી ક્રિકેટની દુનિયાને ઘેલું લગાડનાર અને વિશ્વભરના સ્પૉન્સર્સ તેમ જ અન્ય રમતોના મહારથીઓ તથા કરોડો ખેલકૂદપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયેલા 15 વર્ષના ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીને ભારત વતી આજે ડેબ્યૂ કરવાની સુવર્ણ તક મળી છે.

મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી-20માં તેને ઇન્ડિયા કૅપ આપવામાં આવી. તિલક વર્માએ તેની સાથે હાથ મિલાવ્યા હતા અને બન્ને તેમ જ સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના મેમ્બર્સના ચહેરા પર સ્મિત છલકાયું હતું. વૈભવને બહુમૂલ્ય ઇન્ડિયા કૅપ મળી એ સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આજથી આરંભ થઈ રહ્યો છે. ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લીધી છે.