નવી દિલ્હીઃ એન્ટી પેપર લીક મામલે લોકસભામાં મંગળવારે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રો.વી.કામકોટી અંગે ટિપ્પણી નેતાએ કરી છે. દેશભરના કુલપતિઓ, પૂર્વ કુલપતિઓ સહિત અનેક 215 શિક્ષણવિદોને પ્રિયંકા ગાંધીને ઓપન લેટર લખ્યો છે.
હવે આ લોકસભામા એમને દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે એની ટીકા કરવામાં આવી રહી છે. શિક્ષણવિદોનો એવો તર્ક છે કે, લોકતંત્રમાં અસહમતીનું સ્વાગત છે પણ વ્યક્તિગત મજાક, વૈજ્ઞાનિક વિચારો અને જાણકારી પૂર્ણ સાર્વજનિક ચર્ચા નબળી પડી રહી છે. આ વિવાદથી રાજકીય ભાષા, શૈક્ષણિક સ્વંત્રતા અને વિદ્વાનોને સંવાદ-સન્માન પર ચર્ચાને ફરી વેગ મળ્યો છે.
શું કહ્યું હતું પ્રિયંકા ગાંધીએ
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ એક કમિટી બનાવી છે જેમાં ગૌમુત્ર વિશેષજ્ઞ છે. આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર વી.કામકોટીને ગૌમુત્ર વિશેષજ્ઞ કહેવામાં આવ્યા છે. આના વિરોધમાં શિક્ષણવિદોએ ઑપન લેટર લખ્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભલે એ કટાક્ષ હોય કે રાજકીય નિવેદનબાજી એક વ્યક્તિને વધુને વધુ ચિંતા કરાવે એવી આ વાત છે. લોકતંત્રમાં તર્કસંગત સંવાદના બદલે ઉપહાસને વેગ આપે છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, સંસદ લોકશાહીની સર્વોચ્ચ સંસ્થા છે, જ્યાં પોલિસી અને વિચારો પર ચર્ચા થવી જોઈએ. વ્યક્તિગત અપમાન અથવા વ્યંગ માટે તેનો ઉપયોગ થવો એ અહીંયા યોગ્ય નથી. લોકનેતા પાસેથી શિસ્તબદ્ધ અને જવાબદાર ભાષાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ મુદ્દો ચર્ચામાં આવતા અનેક વિષયો પર વાતચીત થઈ રહી છે. એકબાજુ શિક્ષણવિદ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ પ્રિયંકા ગાંધીની વાત સતત ચર્ચામાં છે. દેશના વિજ્ઞાનીઓ, શિક્ષણવિદ અને શિક્ષકોને એ જાણવાનો પૂરો અધિકાર છે કે, હકીકત શું છે અને તેઓ વગર કોઈ ભય વ્યક્ત કર્યે ચર્ચામાં સામેલ થઈ શકે છે.
શિક્ષણવિદોનો મત સ્પષ્ટ છે
પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, પોતાના શબ્દો પર પુનર્વિચાર કરે અને જાહેર જીવનમાં સંવાદની મર્યાદા જળવાય તે માટે જરૂરી સંવેદનશીલતા દાખવે.ગૌમુત્રનો મુદ્દો ઉછળ્યા બાદ આ વાત સામે આવી રહી છે. દેશના જાણીતા શિક્ષણવિદોએ કહ્યું કે, તેઓ પોતાના શબ્દો પર પુનર્વિચાર કરે અને જાહેર જીવનમાં સંવાદની મર્યાદા જળવાય તે માટે જરૂરી સંવેદનશીલતા દાખવે.શિક્ષણવિદને કોઈ લેબલ આપીને વાત કરવી એ યોગ્ય નથી.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માત્ર અપંરપરાગત વિચાર પ્રત્યેની આશંકા નથી. પણ દાવાના સ્વીકાર અને અસ્વીકાર સાથે જોડાયેલો આ મુદ્દો છે. ઈતિહાસ સાક્ષી છે કે, જે વિચારોને અગાઉ ક્યારેક અસંભવ માનવામાં આવતા એ પછીથી આકાર પામ્યા અને સિદ્ધ પણ થયા છે. શિક્ષણવિદોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ એક નકારાત્મક ઈમેજ ઊભી કરે છે. આ પ્રકારની રાજકીય નિવેદનબાજી શિક્ષણ સમુદાયમાં એક ખોટી છાપ ઊભી કરે છે.
કોણ છે આ કામકોટી
દેશના શ્રેષ્ઠ રિસર્ચરની જ્યારે વાત આવે છે ત્યારે કામકોટનું નામ લેવામાં આવે છે. તેઓ ખૂબ સારા ટેક્નોક્રેટ તો છે જ પણ આઈઆઈટી મદ્રાસમાંથી તેઓ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પી.એચડી થયેલા છે. 150થી વધારે રિસર્ચ પેપર લખ્યા છે. પ્રકાશિત કરેલા છે. દેશના પ્રથમ એવા માઈક્રો પ્રોસેસર પાછળ જેનું દિમાગ છે એનું નામ કામકોટી છે. ડીઆરડીઓ જેવી સંસ્થામાંથી એમને સન્માનપત્ર અને એવોર્ડ મળ્યા છે. એક પ્રતિષ્ઠિત વિદ્વાનને લઈને માત્ર એક લેબલના માધ્યમથી ઉલ્લેખવા અને યોગદાનને ધ્યાને ન લેવા એક ખરેખર તો એના રિસર્ચને ઓછા ક્રમ આપવા બરોબર છે.*