Sat Sep 05 2026

Logo

ઈરાન સાથે સંઘર્ષ વચ્ચે યુએસ આર્મી ચીફની હકાલપટ્ટી; આ અધિકારીઓને પણ કાઢવામાં આવી શકે છે

Washington   2026-04-03 12:19:00
Author: Mumbai Samachar Team
ઈરાન સાથે સંઘર્ષ વચ્ચે યુએસ આર્મી ચીફની હકાલપટ્ટી; આ અધિકારીઓને પણ કાઢવામાં આવી શકે છે

વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલા વધુ સઘન બનાવવાના સંકેતો આપ્યા છે, યુએસ ભૂમિ આક્રમણ પણ શરુ કરી શકે છે. એવામાં યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે યુએસ આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રેન્ડી જ્યોર્જનું રાજીનામું માંગી લીધું છે, રેન્ડી જ્યોર્જને પદ છોડવા અને તાત્કાલિક નિવૃત્તિ લેવા કેહવામાં આવ્યું છે. સેનાના વાઇસ ચીફ ઓફ સ્ટાફ જનરલ ક્રિસ્ટોફર લાનેવ જ્યોર્જનું સ્થાન લેશે.

યુએસ ડિફેન્સ ડીપાર્ટમેન્ટને રેન્ડી જ્યોર્જને હટાવવા પછાળના કારણો જણાવ્યા નથી, જે ને કારણે કેટલાક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. અહેવાલ મુજબ ડીપાર્ટમેન્ટને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેના અંગેના વિઝનને અમલમાં મૂકી શકે એવા વ્યક્તિની જરૂર હતી.

એક નિવેદનમાં, પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે જાહેર કર્યું કે રેન્ડી જ્યોર્જ આર્મીના 41મા ચીફ ઓફ સ્ટાફ તરીકેના તેમના પદ પરથી તાત્કાલિક અસરકારકથી નિવૃત્ત થશે. ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ જનરલ જ્યોર્જની દાયકાઓની સેવા માટે તેમનો આભાર માને છે અને તેમને નિવૃત્તિની શુભેચ્છા પાઠવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના નેશનલ સિક્યોરિટી એજન્ડાને અમલમાં મૂકવા માટે, હેગસેથ ડીપાર્ટમેન્ટમાં મોટા ફેરફાર કરી રહ્યા છે, તેમણે અગાઉ ટોચના જનરલો અને એડમિરલોની હકાલપટ્ટી કરી છે. 

આ અધિકારીઓ પર નજર:
આ દરમિયાન એવામાં પણ અહેવાલ છે કે FBIના ડિરેક્ટર કાશ પટેલ, નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ, આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલ અને લેબર સેક્રેટરી લોરી ચાવેઝ-ડેરેમર પણ ટ્રમ્પ વહીવટ પણ પદ છોડી શકે છે.