મુંબઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિમાણો રાજ્યના રાજકીય ઈતિહાસમાં એક માઈલસ્ટોન માનવામાં આવશે. દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના રાજ્યમાં લાંબા સમયથી ચાલતા આવતા વર્ચસ્વને પછાડીને બે વર્ષ પહેલા બનેલી પાર્ટી તમિલગા વેટ્ટી કઝગમ (TVK) રાજ્યમાં સત્તા મેળવવા જઈ રહી છે. રાજ્યમાં સત્તા પરિવર્તનની અસર શેરબજાર પર સન ટીવી નેટવર્કના શેર પર પડી રહો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સન ટીવી નેટવર્કના શેરનો ભાવ લગભગ 10 ટકા ગગડીને ₹547.55 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચી ગયો. સન ટીવીના શેરમાં ઘટાડાને કારણે ટ્રેડિંગ સત્ર દરમિયાન કંપનીની નેટવર્થમાં આશરે ₹2,300 કરોડનો ઘટાડો થયો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ બપોરે 2:56 વાગ્યે સન ટીવી શેર 35.25 (5.82%) ઘટીને ₹570.35 પર ટ્રેડ થઈ રહ્યા હતા. અગાઉ ટ્રેડિંગ સેશનમ દરમિયાન લગભગ 10 ટકા ઘટીને ₹547.55 પર પહોંચ્યો હતો.
સન ટીવી સન ગ્રુપનો એક ભાગ છે, જે આ મીડિયા જૂથના સંચાલક કાનનનિધિ મારન છે. મારન તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિના પૌત્ર અને વર્તમાન મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના ભત્રીજા છે. સ્ટાલિન દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના વર્તમાન વડા છે.
ગત અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સન ટીવીની નેટ વર્થ ₹23,825.21 કરોડ હતી. સોમવારે, કંપનીનો શેર ₹547.55 ના નીચા સ્તરે પહોંચતાં, સન ટીવીની નેટ વર્થ ઘટીને ₹21,562.8 કરોડ થઇ ગઈ હતી. આનો અર્થ એ કે ટ્રેડિંગ સત્ર દરમિયાન આશરે ₹2,300 કરોડનું નુકસાન થયું.