Tue Oct 06 2026

Logo

ટ્રક ડ્રાઈવરની પુત્રી વિથ્યા રામરાજે એશિયન ગેમ્સ 2026માં ભારતને મેડલ અપાવ્યો, જાણો સંઘર્ષ

Tokyo   2026-09-28 19:46:53
Author: Chandrakant Kanoja
ટ્રક ડ્રાઈવરની પુત્રી વિથ્યા રામરાજે એશિયન ગેમ્સ 2026માં ભારતને મેડલ અપાવ્યો, જાણો સંઘર્ષ

Asian Games 2026


ટોક્યો: તમિલનાડુની એથ્લેટ વિથ્યા રામરાજે 2026ની એશિયન ગેમ્સમાં 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. વિથ્યાએ 54.75 સેકન્ડમાં આ દોડ પૂર્ણ  કરી હતી. વિથ્યાનો જન્મ ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો.તેમના પિતા ટ્રક ડ્રાઈવર છે. વિથ્યાને એક એથ્લેટ બનાવવાનો નિર્ણય તેમની માતાનો હતો. એથ્લેટ વિથ્યા રામરાજે આ સિદ્ધિ મેળવવા જીવનમાં અનેક ઉતાર ચઢાવનો સામનો કરવો પડ્યો  છે. 

વિથ્યાને એક એથ્લેટ બનાવવાનો નિર્ણય તેમની માતાનો

એશિયન ગેમ્સમાં વિથ્યા રામરાજનું મેડલ જીતવું એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. વિથ્યાને એક એથ્લેટ બનાવવાનો નિર્ણય તેમની માતાનો હતો. ગ્રામજનોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા છતાં તેમની માતા વિથ્યાને એથ્લેટ તરીકે સફળ થતી જોવા માટે મક્કમ રહ્યા. 

પરિવાર રૂપિયા 25,000ની કિંમતના જૂતાં ખરીદવા  સક્ષમ નહોતો

આ અંગે મળતી માહિતી મુજબ તેમના પરિવાર પાસે રૂપિયા 25,000ની કિંમતના જૂતાં ખરીદવા માટે પણ સક્ષમ નહોતો.તેમ છતાં વિથ્યાએ ફાટેલાં જૂતાં પહેરીને દોડમાં જીત મેળવી હતી. તેમજ શરૂઆતના દિવસોમાં વિથ્યાએ લોહીલુહાણ પગે પણ ઘણી દોડ જીતી હતી.

કોરોના દરમિયાન તે ગંભીર રીતે બીમાર પડી હતી

તેમજ કોરોના દરમિયાન તે ગંભીર રીતે બીમાર પડી હતી. ત્યાર બાદ તેને એપેન્ડિસાઈટિસની સર્જરી કરાવવી પડી હતી. તેમના પરિવારે તેમને રમતગમત છોડી દેવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ વિથ્યાએ  ઇનકાર કર્યો હતો. 

વર્ષ 2023ની એશિયન ગેમ્સમાં પી.ટી. ઉષાના રેકોર્ડની બરાબરી કરી હતી 

વિથ્યા રામરાજે આ અગાઉની એશિયન ગેમ્સમાં  પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી. હાંગઝોઉમાં યોજાયેલી વર્ષ 2023ની એશિયન ગેમ્સમાં 400  મીટર હર્ડલ્સમાં પી.ટી. ઉષાના રેકોર્ડની બરાબરી કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હાંગઝોઉમાં તેમણે 4×400 મીટર મિક્સ્ડ રિલે અને મહિલાઓની 4×400 મીટર રિલે - એમ બંને સ્પર્ધાઓમાં સિલ્વર મેડલ પણ જીત્યા હતા. તેઓ અગાઉ એશિયન ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. હવે તેમણે એશિયન ગેમ્સમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

જોકે, આ દોડમાં  UAEની મરિયમ કરીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે કઝાકિસ્તાનની એડેલિના જેમ્સે સિલ્વર મેડલ મેળવ્યો હતો.