Wed Sep 30 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (25-09-2026): આજે અનંત ચતુર્દશીએ કોને મળશે નોકરીમાં પ્રમોશન અને અટકેલા નાણાં મળશે પાછા? જાણી લો એક ક્લિક પર...

2026-09-25 00:01:00
Author: Darshana Visaria
આજનું રાશિફળ (25-09-2026): આજે અનંત ચતુર્દશીએ કોને મળશે નોકરીમાં પ્રમોશન અને અટકેલા નાણાં મળશે પાછા? જાણી લો એક ક્લિક પર...

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાવાન અને સકારાત્મક રહેશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂરાં થતાં માનસિક રાહત અનુભવાશે. વ્યાપાર સાથે જોડાયેલા જાતકોને નવી તકો પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવારના સભ્યો સાથે મતભેદો દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, છતાં વધુ પડતો થાક ન લાગે તેનું ધ્યાન રાખવું. ભાગીદારીના કામમાં પારદર્શિતા રાખવી હિતાવહ રહેશે. આજે ઉતાવળે નિર્ણયો લેવાનું ટાળવું યોગ્ય રહેશે. લાંબા સમય બાદ આજે જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે લોકો મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમારે નાણાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ મૂકવો પડશે, નહીં તો બજેટ ખોરવાઈ શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવવો લાભદાયી રહેશે. પારિવારિક જીવનમાં કોઈ મહત્વના વિષય પર ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ખાણીપીણીમાં સંયમ રાખવો જેથી પેટ સંબંધિત તકલીફ ન થાય. જીવનસાથી સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે. ઘર કે ગાડી ખરીદવાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. 

 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રમાણમાં મધ્યમ ફળદાયી રહેશે. તમારી બૌદ્ધિક ક્ષમતા અને વાતચીતની કળા આજે અનેક મુશ્કેલ કામો આસાન બનાવી દેશે. નોકરી કરી રહેલાં જાતકોની આજે તમારી કામગીરીની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. અણધાર્યા નાણાકીય લાભ મળવાની સંભાવના છે, જેનાથી ઉત્સાહ વધશે. મિત્રો સાથે મુલાકાત અથવા નાનકડી યાત્રાનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ માનસિક તાણથી દૂર રહેવું. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને ધ્યાનથી વાંચી લેવું. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપી દેશે. 

 

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક બાબતોમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી રહેશે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેતાં દિવસ વ્યસ્તતાભર્યો સાબિત થશે. પારિવારિક બાબતોમાં શાંતિ અને ધીરજથી વર્તવું, વિવાદોથી અંતર રાખવું. અગાઉ કરેલું રોકાણ હવે સારો નફો આપી શકે છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને સાચો રસ્તો બતાવશે. મોસમી બીમારીઓથી સાવચેત રહેવું અને પૂરતો આરામ કરવો. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી મનને શાંતિ મળશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો તેમને ખરાબ લાગી શકે છે. 

 

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે અને નેતૃત્વ ગુણો ખીલી ઊઠશે. વેપારમાં નવી ડીલ કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય છે. સરકારી કે વહીવટી કાર્યોમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારા વિચારોનું સન્માન કરશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. આંખો કે માથાના દુખાવાની સામાન્ય સમસ્યા જણાઈ શકે છે. પોતાના અહંકારને કારણે કોઈ સંબંધ બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. 

 

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મકતા લઈને આવી આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું કામ આજે અપેક્ષિત સફળતા અપાવશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો છે, જૂનું ઉધાર પાછું મળી શકે છે. ઓફિસમાં વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારા રહસ્યો કોઈની સાથે વહેંચવા નહીં. પરિવાર સાથે ખુશનુમા સમય વીતશે અને ગેરસમજો દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, છતાં પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. ધાર્મિક સ્થળની મુલાકાત થવાની સંભાવના છે. કોઈપણ મોટો નિર્ણય લેતાં પહેલાં અનુભવીઓની સલાહ લેવી ફાયદાનો સોદો સાબિત થશે. 

 

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક કોઈ પણ કામમાં આગળ વધવાનો રહેશે. આજનો દિવસ સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે. વેપાર-ધંધામાં આવકના નવા સ્ત્રોત ઊભા થશે, જેનાથી આર્થિક સુરક્ષા મળશે. દામ્પત્યજીવનમાં સુમેળ રહેશે અને પરસ્પર વિશ્વાસ ગાઢ બનશે. કલા, સંગીત કે સાહિત્ય તરફ તમારી રુચિ વધતી જણાશે. મિત્રો સાથેની વાતચીતથી નવો દ્રષ્ટિકોણ મળશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. કાનૂની મામલાઓમાં થોડો વિલંબ થઈ શકે છે, તેથી ધીરજ રાખવી. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. 

 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમારે ગુસ્સા અને વાણી પર સંયમ રાખવો પડશે. કાર્યક્ષેત્રમાં થોડી અડચણો આવી શકે છે, પરંતુ તમારી મહેનતથી પરિસ્થિતિ કાબૂમાં આવશે. બિનજરૂરી ચર્ચા કે વાદ-વિવાદથી દૂર રહેવું તમારા હિતમાં રહેશે. નાણાકીય રોકાણ કરતાં પહેલાં તમામ પાસા તપાસી લેવા. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે. યોગ અને પ્રાણાયામ કરવાથી માનસિક રાહત મળશે. કોઈ જૂના પરિચિત વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ મુશ્કેલી આવી રહી હશે તો શિક્ષક કે વડીલ સાથે વાત કરવી પડશે. 

 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે અત્યંત ઉત્સાહવર્ધક અને લાભદાયી રહેશે. ધાર્મિક યાત્રા અથવા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. કાર્યક્ષેત્રમાં તમારા નવા વિચારોની કદર થશે અને પ્રમોશનના સંકેત મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને બચતમાં વધારો થશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાન કરશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મક્તા લઈને આવી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે પોતાની મહેનતનું પૂરેપૂરું યોગ્ય ફળ મળશે, જેનાથી મનોબળ વધશે. વ્યાવસાયિક ક્ષેત્રે નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. જમીન કે મકાનને લગતા સોદાઓમાં સાવધાની રાખીને આગળ વધવું. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે, વડીલોની સલાહ માનવી. ઘૂંટણ કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં ચોકસાઈ રાખવી જરૂરી છે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.

 

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ મધ્યમ ફળદાયી રહેશે. આજે કોઈ પણ નિર્ણય તમારે ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. નસીબનો સાથ મળવાથી મુશ્કેલ લાગતા કાર્યો પણ સરળતાથી પાર પડશે. રચનાત્મક અને સંશોધનાત્મક કાર્યોમાં રુચિ વધશે. વેપારમાં નફાનું પ્રમાણ વધશે અને નવા ગ્રાહકો જોડાશે. સામાજિક વર્તુળનો વિસ્તાર થશે અને માન-સન્માન પ્રાપ્ત થશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે જે માનસિક શાંતિ આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું.

 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર સમાચાર લઈને આવશે. આજે તમારે માનસિક શાંતિ જાળવી રાખવા માટે પ્રયત્ન કરવો પડશે. કાર્યસ્થળ પર વધુ પડતા કામના બોજને કારણે થોડી નબળાઈ કે આળસ અનુભવાય. કોઈ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન મૂકવો, છેતરાઈ જવાની શક્યતા છે. પરિવારમાં નાની-મોટી બાબતોને મોટું સ્વરૂપ ન આપવું. આધ્યાત્મિકતા અને ધ્યાનમાં સમય પસાર કરવો હિતાવહ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનો ખોરાક ટાળવો. ધીરજપૂર્વક લીધેલા નિર્ણયો લાંબા ગાળે લાભદાયી સાબિત થશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.