મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. નોકરીમાં તમારી કાર્યક્ષમતા જોઈને ઉપરી અધિકારીઓ ખુશ થશે અને નવી જવાબદારી સોંપી શકે છે. આર્થિક રીતે દિવસ મજબૂત છે, અચાનક ધનલાભ થવાના યોગ છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે અને પાર્ટનર સાથે યાદગાર સમય વિતશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી. મિત્રો અને પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો, પણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. વેપારમાં હરીફાઈનો સામનો કરવો પડી શકે છે, પરંતુ મહેનત કરવાથી સફળતા મળશે. નાણાકીય લેવડ-દેવડમાં અત્યંત સાવધ રહેવું, કોઈને ઉધાર આપેલા પૈસા ફસાઈ શકે છે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જે તમને માનસિક શાંતિ આપશે. સંતાન પક્ષ તરફથી કોઈ ચિંતા સતાવી શકે છે. સ્વાસ્થ્યમાં થોડી નરમાશ અનુભવાશે, તેથી પૂરતો આરામ કરવો હિતાવહ છે. વૃષભ રાશિના જાતકોએ આજે પોતાના વાણી અને વર્તન બંનેમાં ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો કોઈ મુસીબતમાં ફસાઈ શકો છો. વિદેશ જઈને વેપાર કરવા માંગતા વેપારીઓને આજે નફો થઈ રહ્યો છે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે ભાગ્યનો સાથ મળશે. શનિના નક્ષત્ર પરિવર્તનની અસરથી તમને કરિયરમાં મોટો ઉછાળો જોવા મળશે. જૂના અટકેલા સરકારી કામો ઉકેલાશે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. સાંજે મિત્રો સાથે બહાર જવાનો કાર્યક્રમ બની શકે છે. મિથુન રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ નાની એવી સમસ્યા જણાય તો પણ ડોક્ટરનો સંપર્ક સાધવો પડશે, નહીં તો તે કોઈ મોટી સમસ્યાનું કારણ બની શકે છે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે દિવસ દોડધામભર્યો રહેશે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધવાથી માનસિક તણાવ અનુભવાશે. આર્થિક બાબતોમાં બજેટ ખોરવાઈ શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો. પારિવારિક વાતાવરણ શાંત જાળવવા માટે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. મિલકતના વિવાદોમાં સમાધાન મળી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું અને યોગ-ધ્યાન કરવા. નજીકના સગા-સંબંધીઓ તરફથી કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકોએ આજે કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચતવું પડશે. વિદ્યાર્થીઓને આજે તેમણે આપેલી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી રહી છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થશે. સરકારી નોકરી કરતા લોકોને પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે અને તમને આર્થિક મદદ મળી શકે છે. કોઈ જૂના મિત્રની મુલાકાત મનને પ્રસન્ન કરશે. વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે. ખાનપાનમાં સાવધાની રાખવી, પેટને લગતી તકલીફ થવાની શક્યતા છે. સિંહ રાશિના જાતકોએ આજે કોઈને પણ પૈસા ઉધાર આપવાથી બચવું જોઈએ, નહીં તો તમારા પૈસા અટવાઈ શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે દિવસ લાભદાયી રહેશે. વ્યવસાયિક ભાગીદારીમાં મોટો ફાયદો થવાની શક્યતા છે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ જળવાશે. સંતાનની પ્રગતિ જોઈને મન ગર્વ અનુભવશે. આર્થિક આયોજન સફળ રહેશે અને બચત કરવામાં સફળ રહેશો. લાંબા સમયથી ચાલતી કોઈ શારીરિક પીડામાંથી રાહત મળી શકે છે. ઈશ્વર ભક્તિમાં મન લાગશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જીવનસાથી સાથે શોપિંગ પર જશો, પરંતુ એ સમયે તમારે બજેટનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજન અને આરામથી ભરેલો રહેશે. તમે પરિવાર સાથે કોઈ પિકનિક કે શોપિંગ પર જઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી હોવાથી તમે ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ કરશો. કરિયરમાં નવી તકો મળશે, પરંતુ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. કલા અને સાહિત્ય ક્ષેત્રના લોકોને વિશેષ ખ્યાતિ મળશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, તેમ છતાં નિયમિત કસરત કરવી ફાયદાકારક રહેશે. તુલા રાશિના જાતકોએ આજે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકોએ આજે વાણી અને ક્રોધ પર સંયમ રાખવો પડશે. કાર્યસ્થળે કોઈ સાથે બોલાચાલી થવાની શક્યતા છે, જે તમારી છબી બગાડી શકે છે. ઉધાર નાણાંની લેવડ-દેવડમાં જોખમ ન લેવું. પરિવારના વડીલોની સલાહ માનવાથી મોટી મુસીબત ટળી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવાની જરૂર છે. સાંજે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે અને વાત લગ્ન સુધી પહોંચશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ રહેશે. આજે તમે કરેલા કાર્યની કામના સ્થળે પ્રશંસા કરવામાં આવશે. જીવનસાથી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો આજે તમારે વાતચીત કરીને ઉકેલ લાવવો પડશે. તમારી આર્થિક યોજનાઓ સફળ થશે અને લાંબા ગાળાના રોકાણથી ફાયદો થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ મોટા પ્રોજેક્ટમાં તમારી સહભાગીતા વધશે. સંતાન પક્ષે ખુશીના સમાચાર મળશે. અપરિણીત લોકો માટે લગ્ન મક્કમ થવાની પ્રબળ શક્યતા છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઉર્જાવાન અનુભવશો. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે આજનો દિવસ શુભ છે.
મકર:
મકર રાશિના જાતકો માટે દિવસ થોડો પડકારજનક રહી શકે છે. કામમાં વિઘ્નો આવવાથી મન ઉદાસ રહેશે, પરંતુ ધીરજ રાખવાથી દિવસના અંતે સફળતા મળશે. આર્થિક તંગી અનુભવાય તેવી શક્યતા છે, તેથી બિનજરૂરી ખર્ચ ટાળવો. પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. નોકરીમાં બદલાવ ઈચ્છતા લોકોએ થોભો અને રાહ જુઓ ની નીતિ અપનાવવી. સ્વાસ્થ્યમાં આંખ કે ગળાની સમસ્યા થઈ શકે છે. પરિવારનો પૂરો સહયોગ મળશે. આજે ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે, જેને કારણે સતત ઘરમાં મહેમાનોની અવરજવર જોવા મળશે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. શનિના પ્રભાવથી તમારા અટકેલા આર્થિક કામો પૂરા થશે. આવકમાં વધારો થશે અને જૂના દેવામાંથી મુક્તિ મળશે. તમારી વાતોથી લોકો પ્રભાવિત થશે, જેનો ફાયદો તમને કાર્યક્ષેત્રમાં મળશે. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વિતાવશો. વેપારમાં વિસ્તાર માટે નવી યોજનાઓ અમલમાં મૂકી શકશો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને તમે ફિટનેસ પર ધ્યાન આપશો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. ઉતાવળમાં લીધેના નિર્ણયથી આજે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે.
મીન:
મીન રાશિના જાતકો માટે દિવસ આધ્યાત્મિક અને શાંત રહેશે. કોઈ ધાર્મિક યાત્રા કે સત્સંગનું આયોજન થઈ શકે છે. માનસિક બોજ હળવો થશે અને તમે નવા ઉત્સાહ સાથે કામ કરી શકશો. આર્થિક દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે, પરંતુ ભવિષ્ય માટે બચતનું આયોજન કરી શકશો. પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ જૂના કાયદાકીય મામલામાં રાહત મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, તેમ છતાં પૂરતો આરામ લેવો જરૂરી છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે હસી ખુશી એમની સાથે સમય પસાર કરશો. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે.